ખલીલ અહેમદનું ટી-20 કરિયર પ્રભાવી રહ્યું નથી. તેનો ઇકોનોમી રેટ 9.17 છે અને તેણે 9 મેચમાં કુલ 10 વિકેટ લીધી છે. જોકે, કુલ 34 ટી-20 મેચોમાં 58 વિકેટ ઝડપી છે. ભારત એ તરફથી રમતા તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ-એ વિરુદ્ધ ચાર મેચમાં નવ વિકેટ ઝડપી છે. એક મેચમાં તેણે ત્રણ અને એક અન્ય મેચમાં ચાર વિકેટ ઝડપી છે.
2/5
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શનિવારે ત્રણ ટી-20 મેચની સીરિઝની શરૂઆત થઇ રહી છે. ભારતે આ સીરિઝમાં અનેક યુવા ખેલાડીઓને તક આપી છે. આ સીરિઝમાં જે યુવા ખેલાડીઓ પર તમામની નજર રહેશે તેની જાણકારી અહી આપવામાં આવી છે.
3/5
પંતની રમત અને સ્ટાઇલ ટી-20 ક્રિકેટને અનુકુળ છે. પરંતુ આ ફોર્મેટમાં ભારત તરફથી તેણે એક જ અડધી સદી ફટકારી છે. પંત પાસે ટેલેન્ટ છે પરંતુ તેનું શોર્ટ સિલેક્શન પર હંમેશાથી સવાલો ઉઠ્યા છે.પંતને ધોનીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યો છે. પંત પાસે આ સીરિઝમાં પોતાની જાતને સાબિત કરવાની સારી તક છે. આગામી વર્ષે ટી-20 વર્લ્ડકપ છે અને પંતનું ફોર્મ ટીમ માટે મહત્વનું રહેશે.
4/5
હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતા તેના ભાઇ કૃણાલ પંડ્યાને તક મળી છે. કૃણાલ પંડ્યા બોલિંગ અને બેટિંગથી ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે . તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મહત્વનો હિસ્સો છે. તેને ટીમમાં સમાવાય છે કે નહી તે એક સવાલ છે. તેનો મુકાબલો રવિન્દ્ર જાડેજા સાથે થશે જે હાલમાં શાનદાર ફોર્મમાં છે
5/5
19 વર્ષીય લેગ સ્પિનર રાહુલ ચહર આ પ્રવાસમાં પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી શકે છે. રાહુલ ચહરે આઇપીએલમાં 26 મેચ રમી છે. તેણે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે ટી-20માં ચહલ અને કુલદીપ યાદવ ટીમનો હિસ્સો ના હોવાના કારણે ચહર પાસે ટીમને ખૂબ આશાઓ છે.