શોધખોળ કરો
Advertisement
IND vs WI: હૈદરાબાદમાં આવતીકાલે પ્રથમ T-20, જાણો કેવું રહેશે હવામાન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છ ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 સીરિઝની શરૂઆત થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. T20 રેંકિંગમાં ટીમ ઈન્ડિયા પાંચમા અને વેસ્ટ ઈન્ડિઝ 10માં નંબર પર છે.
હૈદરાબાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છ ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 સીરિઝની શરૂઆત થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. T20 રેંકિંગમાં ટીમ ઈન્ડિયા પાંચમા અને વેસ્ટ ઈન્ડિઝ 10માં નંબર પર છે.
કેવું રહેશે હવામાન
છેલ્લા બે દિવસથી હૈદરાબાદમાં વરસાદ હોવા છતાં આવતીકાલની મેચમાં વિધ્ન નહીં નડે તેવી શક્યતા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે હૈદરાબાદમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.00 કલાકથી ભારત-વેસ્ટ ઈન્ડિઝનો T20 મુકાબલો શરૂ થશે. સાંજે 6.30 કલાકે ટોસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ અને DD ઈન્ડિયા પરથી નીહાળી શકાશે. જ્યારે લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકાશે.
પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા બાદ શહેરમાં પ્રથમ મેચ યોજાશે. અઝહરે કહ્યું, આ મારા માટે એક નવો અનુભવ હશે. ઘણા વર્ષોથી હું સ્ટેડિયમમાં આવતો હતો, રમતો હતો કે નેતૃત્વ કરતો હતો અને મેચ બાદ હોટલમાં જતો હતો. જ્યાંથી રમતો હતો તે મેદાન પર મેચનું આયોજન એક નવો અનુભવ છે.
દેશને રડાવી રહી છે ડુંગળીઃ 4 મહિનામાં 20થી 150 રૂપિયા સુધી પહોંચ્યો ભાવ, કોંગ્રેસનું આજે સંસદ ભવનમાં પ્રદર્શન
હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડરે જસપ્રીત બુમરાહને ગણાવ્યો ‘બેબી બોલર’, કહ્યું- તેની બોલિંગ.......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement