શોધખોળ કરો
Advertisement
દેશને રડાવી રહી છે ડુંગળીઃ 4 મહિનામાં 20થી 150 રૂપિયા સુધી પહોંચ્યો ભાવ, કોંગ્રેસનું આજે સંસદ ભવનમાં પ્રદર્શન
ડુંગળીના વધતા ભાવને લઈ દેશમાં હાહાકાર છે. હાલ દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીના ભાવને લઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યુ છે.
નવી દિલ્હીઃ ડુંગળીના વધતા ભાવને લઈ દેશમાં હાહાકાર છે. છેલ્લા ચાર મહિનામાં ડુંગળીનો ભાવ 20 રૂપિયાથી 150 રૂપિયા સુધી પહોંચી ગયો છે. હાલ દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીના ભાવને લઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યુ છે. પહેલી મંદી અને મોંઘાવરીએ જનતાની કમર ભાંગી નાંખી છે. ડુંગળીના વધતા ભાવને લઈ કોંગ્રેસ સંસદ ભવનમાં પ્રદર્શન કરશે.
લોકસભા અને રાજયસભાના કોંગ્રેસ સાંસદ આજે સવારે 10.30 કલાકે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પ્રદર્શનમાં સામેલ થશે. કોંગ્રેસ સંસદમાં પણ ડુંગળીનો મુદ્દો ઉઠાવી શકે છે. દિલ્હી-એનસીઆરના બજારોમાં છૂટક ડુંગળી 80-120 રૂપિયો કિલોના ભાવે મળી રહી છે.
કેન્દ્ર સરકારે સંગ્રહખોરી રકોવાની કોશિશમાં ત્રણ ડિસેમ્બર હોલસેલ અને છૂટક વિક્રેતાઓ માટે ડુંગળી સ્ટોકની મર્યાદા ઘટાડીને ક્રમશઃ 25 ટન અને 5 ટન કરી દીધી હતી. જોકે આયાતી ડુંગળી પણ સ્ટોક સીમા લાગુ નહીં પડે.
ડુંગળીના વધતા ભાવને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારે દેશમાં ડુંગળીના ભાવને નિયત્રિંત કરવા માટે અનેક પગલા લીધા છે. દેશના ડુંગળી પકવતા મોટા રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાથી ભાવમાં વધારો થયો છે પરંતુ સરકાર ઉત્પાદન વધારવા પગલા લઈ રહી છે. વિદેશમાંથી ડુંગળી આયાત કરવામાં આવી રહી છે.
હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડરે જસપ્રીત બુમરાહને ગણાવ્યો ‘બેબી બોલર’, કહ્યું- તેની બોલિંગ.......
કર્ણાટકઃ 15 સીટોની પેટા ચૂંટણીનું વોટિંગ શરૂ, ભાજપે સત્તા ટકાવવા 6 સીટ જીતવી જરૂરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement