શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડરે જસપ્રીત બુમરાહને ગણાવ્યો ‘બેબી બોલર’, કહ્યું- તેની બોલિંગ.......
રઝાકે કહ્યું, હું મારા ક્રિકેટના દિવસોમાં વિશ્વસ્તરના બોલરોનો સામનો કરી ચુક્યો છું. આ સ્થિતિમાં જસપ્રીત બુમરાહનો સામનો કરવામાં મને કોઈ મુશ્કેલી ન થાત, દબાણ તો તે ભારતીય બોલર પર જ રહેત.
નવી દિલ્હીઃ વિશ્વના પૂર્વ દિગ્ગજ બોલરો અને ક્રિકેટ સમીક્ષકો જસપ્રીત બુમરહાને ખાસ ટેલેન્ટ ગણાવે છે ત્યારે પાકિસ્તાના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે એક એવી વાત કરી છે જેનાથી ભારતીય ક્રિકેટ પ્રશંસકો નારાજ થઈ શકે છે. રઝાકે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બેબી બોલર (બાળકોનો બોલર) ગણાવ્યો છે. તે આટલેથી અટક્યો નહીં અને કહ્યું કે, બુમરાહની બોલિંગનો હું સરળતાથી સામનો કરી શકત. પાકિસ્તાનની એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે આમ કહ્યું હતું.
મોટી-મોટી વાતો કરતાં રઝાકે કહ્યું, હું મારા ક્રિકેટના દિવસોમાં વિશ્વસ્તરના બોલરોનો સામનો કરી ચુક્યો છું. આ સ્થિતિમાં જસપ્રીત બુમરાહનો સામનો કરવામાં મને કોઈ મુશ્કેલી ન થાત, દબાણ તો તે ભારતીય બોલર પર જ રહેત. જ્યારે તમે ગ્લેન મેકગ્રાથ, વસીમ અક્રમ, બ્રેટ લી, શોએબ અખ્તર જેવા બોલરનો સામનો કરી લો છો ત્યારે આત્મવિશ્વાસ વધે છે. હું આસાનાથી બુમરાહ પર સવાર થઈ જાત, તેની બોલિંગ પર એટેક કરત.
તેણે કહ્યું, બુમરાહ ઘણું સારું કરી રહ્યો છે અને તેની બોલિંગમાં ઘણો સુધારો આવ્યો છે. તેની બોલિંગ એક્શન બીજા બોલર્સથી ઘણી અલગ છે. બોલ ફેંકતી વખતે તે સીમનો યોગ્ય રીતે જમીન પર રાખે છે તેથી પ્રભાવશાળી સાબિત થાય છે.
અબ્દુલ રઝાક પાકિસ્તાન તરફથી 46 ટેસ્ટ, 265 વન ડે અને 32 ટી20 ઈન્ટરનેશલ મેચ રમ્યો છે. ટેસ્ટમાં તેણે ત્રણ સદી અને સાત અડધી સદી ફટકારવા સહિત 1946 બનાવ્યા છે રન અને 100 વિકેટ ઝડપી છે. વન ડેમાં તેણે ત્રણ સદીની મદદથી 5080 રન બનાવવા ઉપરાંત 269 વિકેટ લીધી છે. જ્યારે ટી20માં 393 રન બનાવવા સાથે 20 વિકેટ ઝડપી છે.
કર્ણાટકઃ 15 સીટોની પેટા ચૂંટણીનું વોટિંગ શરૂ, ભાજપે સત્તા ટકાવવા 6 સીટ જીતવી જરૂરી
હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement