શોધખોળ કરો

હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત

અમદાવાદના કમિશ્નર વિજય નેહરાએ ટ્વિટ કરીને લખ્યું, “હું અમદાવાદના તમામ નાગરિકોને અપીલ કરું છું કે ટુ-વ્હીલર્સ ચલાવતી વખતે હેલ્મેટ પહેરો. યાદ રાખો, નિયમ સરકારનો છે પણ જીવન તમારું છે.”

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જે મુજબ, હવેથી મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરવામાં આવ્યું છે. તેથી હવે શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો તેને ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહીં. પરંતુ, હાઈવે પર ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે અને તે નિયમનું પાલન નહીં કરનારને આકરો દંડ પણ કરાશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ બુધવારે રાતે અમદાવાદના કમિશ્નર વિજય નેહરાએ ટ્વિટ કરીને લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું,  “હું અમદાવાદના તમામ નાગરિકોને અપીલ કરું છું કે ટુ-વ્હીલર્સ ચલાવતી વખતે હેલ્મેટ પહેરો. યાદ રાખો, નિયમ સરકારનો છે પણ જીવન તમારું છે.” જો કે, ગુજરાત સરકારની કેબિનેટમાં સ્ટેટ તથા નેશનલ હાઈવે પર વાહન હંકારતા ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો નિયમ ચાલુ રાખ્યો છે. હાઈવે પર વાહનની ગતિ કલાકના 50 કિ.મી.થી પણ વધુ રહેતી હોય છે. આ સંજોગોમાં અકસ્માત થાય તો ટુ-વ્હીલરચાલકને માથામાં ઈજા પહોંચવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં હાઈવે પર ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ ચાલુ રખાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ પણ ચાલુ રહેશે. હેલ્મેટને સાચવવા અને તેની જાળવણીમાં ઘણી તકલીફ પડતી હોવાની પણ ટુ-વ્હીલરચાલકોની ઘણા સમયથી ફરિયાદ હતી. અમુક કાનૂની જોગવાઈઓને ટાંકીને પણ ટુ-વ્હીલરચાલકો ઘણા લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા કે, કમસેકમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમમાં છૂટ આપવામાં આવે. કર્ણાટકઃ 15 સીટોની પેટા ચૂંટણીનું વોટિંગ શરૂ, ભાજપે સત્તા ટકાવવા 6 સીટ જીતવી જરૂરી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget