શોધખોળ કરો
રાજકોટ: ટીમ ઇન્ડિયાનો એક વિકેટ અને 272 રનથી વિજય, કુલદીપની પાંચ વિકેટ
1/3

રાજકોટઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાનો એક ઇનિંગ અને 272 રનથી વિજય થયો હતો. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ બે ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ મેચને અઢી દિવસમાં જીતી લીધી હતી અને 98.5 ઓવરની અંદર વેસ્ટ ઇન્ડિઝની બંન્ને ઇનિંગ પૂર્ણ થઇ ગઇ હતી.
2/3

આ ભારતની ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ અગાઉ ભારતે આ વર્ષે જૂનમાં અફઘાનિસ્તાન સામે એક ઇનિંગ અને 262 રનથી જીત મેળવી હતી. તે સિવાય વર્ષ 2017માં શ્રીલંકા વિરુદ્ધ એક ઇનિંગ અને 239 રનથી વિજય હાંસલ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઇન્ડિયાએ 9 વિકેટ પર 649 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગ 181 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
Published at : 06 Oct 2018 10:33 AM (IST)
View More




















