શોધખોળ કરો
Advertisement
IND v WI: આવતીકાલથી બીજી ટેસ્ટ, ઈશાંત શર્મા એક વિકેટ લેવાની સાથે જ કપિલ દેવનો તોડી નાંખશે આ રેકોર્ડ, જાણો વિગતે
ઈશાંત શર્માએ પ્રથમ ટેસ્ટમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. હાલ તે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનારા બોલરમાં કપિલ દેવ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. એક વિકેટ લેવાની સાથે જ તે એશિયાની બહાર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બીજો બોલર બની જશે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલથી જમૈકામાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. પ્રથમ ટેસ્ટમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતની આ જીતમાં અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે મહત્વનો રોલ ભજવ્યો હતો.
ઈશાંત શર્માએ પ્રથમ ટેસ્ટમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. હાલ તે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનારા બોલરમાં કપિલ દેવ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. એક વિકેટ લેવાની સાથે જ તે એશિયાની બહાર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બીજો બોલર બની જશે. કપિલ દેવે એશિયાની બહાર 45 મેચની 77 ઈનિંગમાં 155 વિકેટ ઝડપી છે, જ્યારે ઈશાંતે 45 મેચની 79 ઈનિંગમાં 155 વિકેટ ઝડપી છે.
એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેવાના મામલે પૂર્વ સ્પિનર અનિલ કુંબલે ટોચ પર છે. કુંબલેએ 50 મેચની 92 ઈનિંગમાં 200 વિકેટ ઝડપી છે. ઝહીર ખાને 38 મેચની 66 ઈનિંગમાં 147 વિકેટ ઝડપી છે.
ભારતને યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાન પાસે લાઇટ બિલ ભરવાના પણ નથી રૂપિયા, પ્રધાનમંત્રી સચિવાલયનું કપાઇ શકે છે કનેકશન
ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion