શોધખોળ કરો
Advertisement
બર્થ ડેના બે દિવસ બાદ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી મોટી ગિફ્ટ, T20માં ડેબ્યૂ કરનારો ભારતનો ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો
રાહુલ ચહેરે T20માં ડેબ્યૂ કરતાની સાથે જ ભારત તરફથી ટી20 ડેબ્યૂ કરનારો ચોથો યુવા ખેલાડી બની ગયો છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રણ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 ગુયાનામં રમાઈ રહી છે. જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમમાં રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાના સ્થાને લોકેશ રાહુલ અને રાહુલ ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાહુલ ચહેરે T20માં ડેબ્યૂ કરતાની સાથે જ ભારત તરફથી ટી20 ડેબ્યૂ કરનારો ચોથો યુવા ખેલાડી બની ગયો છે. ચહરે ડેબ્યૂ કરી ત્યારે તેની ઉંમર 20 વર્ષ અને 2 દિવસ છે. ભારત તરફથી સૌથી યુવા વયે ડેબ્યૂ કરનારા બે ખેલાડી હાલ તેની સાથે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20માં રમી રહ્યા છે.
Rahul Chahar makes his T20I debut for #TeamIndia ???????? pic.twitter.com/U26ZIAZha0
— BCCI (@BCCI) August 6, 2019
વિન્ડિઝ સામેની શ્રેણીમાં રમી રહેલા વોશિંગ્ટન સુંદર 18 વર્ષ 80 દિવસની વયે ડેબ્યૂ કર્યુ હતું. જે ભારત તરફથી સૌથી યુવા વયે ડેબ્યૂ કરનારો ખેલાડી છે. બીજા નંબરે રિષભ પંત છે. પંતે 19 વર્ષ 120 દિવસની વયે ટીમ ઈન્ડિયા તરફથી ટી20 ડેબ્યૂ કર્યું હતું. ત્રીજા નંબરે રહેલા ઈશાંત શર્માએ 19 વર્ષ 152 વર્ષની વયે ટી20 ડેબ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion