શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક ગુજરાતી સહિત આ પાંચ યુવા ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત

ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ રવિવારે ટીમની જાહેરાત થશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપી શકે છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ રવિવારે ટીમની જાહેરાત થશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપી શકે છે. જેમાં ગુજરાતના પ્રિયાંક પંચાલનો પણ સમાવેશ થાય છે. મૂળ અમદાવાદનો પ્રિયાંક પંચાલ ઘરેલુ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. ભારત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 3 વન ડે, 3 ટી20 અને બે ટેસ્ટ રમશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક ગુજરાતી સહિત આ પાંચ યુવા ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત પ્રિયાંક પંચાલઃ પોતાની સોલિડ ટેક્નિક માટે જાણીતા પ્રિયાંકે છેલ્લા 4 વર્ષથી રણજીમાં સારો દેખાવ જાળવી રાખ્યો છે. ગઈ રણજી સીઝનમાં તેણે 898 રન કર્યા હતા અને રાજ્ય માટે સર્વાધિક રન સ્કોરર હતો. તે ઉપરાંત મે મહિના તેણે શ્રીલંકા-A 160 રનની કેપ્ટન ઇનિંગ્સ પણ રમી હતી. 2016/17ની સીઝનમાં પ્રિયાંકે 17 ઇનિંગ્સમાં 1310 રન કર્યા હતા અને પહેલી વાર નેશનલ લેવલે લાઇમલાઈટમાં આવ્યો હતો. આગામી 2 વર્ષ ટેસ્ટ ચેમ્પિયનશીપના લીધે ટેસ્ટ મેચનું મહત્ત્વ વધુ હોવાથી પ્રિયાંક જેવો પ્રતિભાશાળી ખેલાડી ઓપનર તરીકે કોહલીની ટીમમાં એકદમ ફિટ બેસે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક ગુજરાતી સહિત આ પાંચ યુવા ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત નવદીપ સૈની: દિલ્હીનો નવદીપ સૈનીને અત્યારે ભારતનો ફાસ્ટેસ્ટ બોલર ગણવામાં આવે છે. તે જસપ્રીત બુમરાહ કરતા પણ ઝડપથી બોલિંગ કરે છે. જો ટીમમાં બુમરાહ અથવા અન્ય કોઈ સીનિયર બોલરને આરામ મળે તો સતત 150ની સ્પીડે બોલિંગ કરતા સૈનીને તક મળી શકે છે. તેણે ઇંગ્લેન્ડ-A અને ન્યૂઝીલેન્ડ-Aની ટૂર પર 4 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 વિકેટ લીધી હતી. અત્યારે વેસ્ટ ઇન્ડિઝ-A સામે ચાલતી સિરીઝમાં તેણે પ્રથમ વનડેમાં 5 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક ગુજરાતી સહિત આ પાંચ યુવા ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત રાહુલ ચહર: આઇપીએલ 2019માં રોહિત શર્માને જ્યારે પણ વિકેટની જરૂર હતી, તે લેગ સ્પિનર રાહુલ ચહરના હાથમાં બોલ આપતો હતો. ચહરે મેજોરીટી વખતે પોતાના કેપ્ટનને ખુશ કરીને ટીમને સફળતા અપાવી હતી. તેમજ મુંબઈને ત્રીજી વાર ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનું ભારતના નવા સેટઅપમાં સ્થાન નિશ્ચિત ન હોવાથી સિલેક્ટર્સ યુવા ચહર તરફ જોઈ શકે છે. વેસ્ટ ઇન્ડિઝ-A સામેની પ્રથમ 2 વનડેમાં તેણે 3.98ની ઈકોનોમીથી 4 વિકેટ લીધી હતી. તે પહેલા શ્રીલંકા-A સામે ઘરઆંગણેની 2 ફર્સ્ટ ક્લાસ મેચમાં 14 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક ગુજરાતી સહિત આ પાંચ યુવા ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત  અભિમન્યુ ઈશ્વરન: પંચાલને ઓપનરની રેસમાં બંગાળનો અભિમન્યુ ઈશ્વરન ટફ ફાઇટ આપી શકે છે. તે બંગાળના ટોપ ઓર્ડરનો મહત્ત્વનો ભાગ છે. તેણે 2 મહિના પહેલા શ્રીલંકા-A સામે 233 રન કર્યા હતા. 23 વર્ષીય ઈશ્વરનને પોતાના સાતત્યપૂર્ણ દેખાવ માટે બંગાળ ક્રિકેટર ઓફ ધ યરનો પણ એવોર્ડ મળી ચૂક્યો છે. શ્રીલંકા-A સામે રમ્યા પહેલા તેણે ઢાકા પ્રીમિયર ડિવિઝન લીગમાં 7 મેચ 496 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક ગુજરાતી સહિત આ પાંચ યુવા ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત કેએસ ભરત: જ્યાં એક તરફ એમએસ ધોનીની નિવૃત્તિની વાત ચાલી રહી છે, તો બીજી તરફ રિષભ પંત હજી ધીમી ગતિએ પોતાની વિકેટકીપિંગ સુધારી રહ્યો છે. તેવામાં જો ઇન્ડિયા-A માટેનું પ્રદર્શન સીનિયર ટીમમાં સ્થાનની ગેરેંટી આપતું હોય તો કેએસ ભરતની સિલેક્ટ થવાની તક ઉજળી છે. તેણે ઇન્ડિયા-A માટે છેલ્લી 11 મેચમાં 3 સદી અને 2 અર્ધસદી સહિત 686 રન કર્યા છે. તે ઉપરાંત 41 કેચ અને 6 સ્ટમ્પ કર્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા-A, ઇંગ્લેન્ડ લાયન્સ અને શ્રીલંકા-A સામે સદી ફટકારી હતી. શીલા દીક્ષિતના નિધન પર દિલ્હીમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો, જાણો વિગત બોલીવુડની હોટ એક્ટ્રેસ પર થયો માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો મોનોકિની પહેરીને સ્વિમિંગપૂલમાં ઉતરી નાગિન, હોટ લૂક જોઈ ફેન્સ થયા પાગલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget