નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશાં હાઈવોલ્ટેજ હોય છે. એશિયા કપ-2018માં બુધવારે રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ પણ ચર્ચામાં રહી હતી. ભારતની શ્રેષ્ઠ બોલિંગ સામે પાકિસ્તાનના બેટ્સમેન ટકી શક્યા ન હતાં અને ટીમ 8 વિકેટે મેચ હારી ગઈ હતી.
2/5
ભારતે અહીં દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બોલિંગ કરતાં પાકિસ્તાને 43.1 ઓવરમાં 162 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ 29 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય માટે જરૂરી રન બનાવી લીધા હતા.
3/5
આટલી સુંદર યુવતી જોઈને ભારતીય પ્રશંસકોએ બીસીસીઆઈને ભારત-પાકિસ્તાનની વધુ મેચ રમાડવા માટે અપીલ કરી હતી. એક પ્રશંસકે તો ત્યાં સુધી લખ્યું હતું કે, ભારતે તો પાકિસ્તાનને હરાવીને માત્ર મેચ પર જ કબ્જો કર્યો છે, પરંતુ આ યુવતીએ ભારતીય ક્રિકેટ પ્રશંસકોના દિલ, મગજ, કિડની પર પણ પોતાનો હક જમાવી લીધો છે.
4/5
આ મેચમાં રોહિત શર્માના શાનદાર ચોગ્ગા-છગ્ગાની સાથે-સાથે મેદાન પર લાગેલા કેમેરાઓએ સ્ટેન્ડ્સમાં બેસેલી એક પાકિસ્તાની ફેનને પણ કેદ કરી લીધી હતી. કેમેરામાં કેદ થયેલી આ પાકિસ્તાની સુંદર યુવતીની તસવીર સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ હતી. આ પાકિસ્તાની યુવતીની સુંદરતાના પ્રશંસક ભારતીયો પણ બની ગયા હતાં.
5/5
પાકિસ્તાનના આ પરાજયની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક યુવતીનો ફોટો જબરદસ્ત વાયરલ થયો હતો. યુવતીના ફોટાની સાથે પ્રશંસકો બીસીસીઆઈને પણ કંઈ અનોખી અપીલ કરી રહ્યા હતાં.