નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. એક ક્રિકેટ વેબસાઇટના જણાવ્યા મુજબ, મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પોવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સોંપેલા રિપોર્ટમાં મિતાલી પર કોચને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે.
2/5
મિતાલી રાજે કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમના વ્યવહારના કારણે મારે ઘણી વખત અપમાન સહન કર્યું પડ્યું છે. મિતાલીએ કહ્યું, “જો હું તેમની આસપાસ બેઠી હોય તો તેઓ ત્યાંથી નીકળી જતાં હતા અને નેટ બેટિંગ કરતી વખતે બીજાને જોતાં હતા પણ હું બેટિંગ કરતી ત્યારે તેઓ ત્યાં ઊભા પણ નહતા રહેતા. હું તેમની સાથે વાત કરવા જતી ત્યારે ફોનમાં જોવા લાગી જતાં હતા.”
3/5
ઉલ્લેખનીય છે કે ટી-20 વિશ્વકપના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં મિતાલીએ સતત બે મેચોમાં બે અડધી સદી નોંધાવી હતી અને તે સારા ફોર્મમાં ચાલી રહી હતી. તેમ છતાં મિતાલી રાજને ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇલમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી હતી જેના કારણે આ મેચમાં ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
4/5
પોવારે તેના રિપોર્ટમાં કહ્યું છે કે, મિતાલીએ તેને ઓપનિંગ કરવાનો મોકો નહીં મળે તો મહિલા વર્લ્ડ T20માંથી નામ પરત લેવાની અને નિવૃત્તિની ધમકી આપી હતી. ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલીએ કોચને બ્લેકમેલ કરવાનું અને તેમના પર દબાણ નાંખવાનું બંધ કરી દેવું જોઈએ. તેણે સૌથી પહેલા ટીમના હિતને જોવું જોઈએ.
5/5
પોવારે બીસીસીઆઈને એમ પણ જણાવ્યું કે, પાકિસ્તાન સામેની મેચ પહેલા વીડિયો એનાલિસ્ટ પુષ્કર સાવંત મારા રૂમમાં આવી અને કહ્યું કે મિતાલીને ઓપનિંગ નહીં કરવાનું કહેવામાં આવતા અપસેટ છે. તેણે તેની બેગ પેક કરી લીધી છે અને આવતીકાલે સવારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો.