શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડિઝને 257 રને હરાવીને ભારતનો સીરીઝ પર કબજો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં મળ્યા 120 પૉઇન્ટ
બીજી ટેસ્ટમાં હનુમા વિહારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હનુમાએ પહેલી ઇનિંગમાં સદી 111 રન બનાવ્યા હતા. વળી બીજી ઇનિંગમાં અડધી સદી 53 રને અણનમ રહ્યો હતો
કિંગસ્ટનઃ કોહલી એન્ડ કંપનીએ વેસ્ટ ઇન્ડિઝને બીજી ટેસ્ટ મેચમાં 257 રને માત આપીને ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવી દીધો છે. સીરીઝને 2-0થી જીતતાં જ ભારતને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 120 પૉઇન્ટ મળી ગયા છે.
બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન હનુમા વિહારીના પ્રદર્શનથી ટીમ ઇન્ડિયા ખુશ છે, બીજી ટેસ્ટમાં હનુમા વિહારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હનુમાએ પહેલી ઇનિંગમાં સદી 111 રન બનાવ્યા હતા. વળી બીજી ઇનિંગમાં અડધી સદી 53 રને અણનમ રહ્યો હતો.
મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા, પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી કેરેબિયન ટીમ માત્ર 117 રનના સ્કૉરે ઓલઆઉટ થતાં ભારતને જબરદસ્ત લીડ મળી અને ભારતે બીજી ઇનિંગમાં 168 રને દાવ ડિકલેર કરી દીધો હતો.
બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે ભારતીય ટીમ તરફથી જંગી ટાર્ગેટ એટલે કે 478 રન કરવાના હતા. જોકે, વેસ્ટ ઇન્ડિઝ ટીમ ફરી એકવાર નિષ્ફળ રહી અને માત્ર 210 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમે સતત બન્ને ટેસ્ટ મેચો જીતી લીધી હતી. બીજી ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 257 રનથી હાર આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement