શોધખોળ કરો
Advertisement
BCCI સુત્રોએ કહ્યું, જો સરકાર ઈન્કાર કરશે તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે ભારત
પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપમાં સાથે રમશે કે નહીં તે વિશે હજુ શંકા છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિશે થોડા દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને આ વિશે કોઈ લેવા દેવા નથી. જો આપણી સરકારને લાગતું હશે કે ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ તો સ્પષ્ટ છે કે વર્લ્ડ કપમાં ભારતની ટીમ પાકિસ્તાન સાથે રમશે નહીં. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઈ સુધી વર્લ્ડ કપ મેચ રમવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો પાકિસ્તાન સાથે ભારત મેચ નહીં રમે તો તેમને એક અંક વધારે મળી જશે અને જો ફાઈનલમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો થયો અને ભારતની ટીમ નહીં રમે તો પાકિસ્તાન આ મેચ રમ્યા વગર જ ચેમ્પિયન બની જશે.
રિચર્ડસને કહ્યું હતું કે, પુલવામા આતંકી હુમલાથી પ્રભાવિત લોકોની સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સહિત પોતાના સદસ્યોની સાથેની પરિસ્થિતિઓ પર નજર રાખીએ છીએ. પરંતુ હવે બીસીઆઈના સુત્રો પ્રમાણે આ મેચને ટાળી શકાય છે અને આઈસીસીનું આમાં કોઈ યોગદાન નથી.
નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાનની ટીમ ગઈ વખતે આઈસીસી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફાઈનલમાં આમને-સામને ઉતરી હતી. તે સમયે ફાઈનલ જીતીને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion