સચિન તેંડુલકરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, અશ્વિન, જાડેજા તથા ઉમેશ યાદવ આ તમામ બોલરોએ અલગ અલગ સ્તર પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં સ્પિનરોએ પણ સારી બોલિંગ કરી. ભારતની જીતમાં માત્ર ફાસ્ટ બોલરોનું જ નહીં સ્પિનરોનું નોંધપાત્ર યોગદાન હતું.
2/4
સચિને કહ્યું કે, ભારતના બોલિંગ આક્રમણમાં રાતોરાત ફેરફાર નથી થયો. પરંતુ આ માટે આપણા બોલરોએ દિવસ રાત આકરી મહેનત કરી છે. ખાવા-પીવા, અભ્યાસ અને ફિટનેસની જાગ્રુતાના કારણે આવું શક્ય બન્યું છે.
3/4
4/4
નવી દિલ્હીઃ ક્રિકેટનો ભગવાન કહેવાતા ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ જીત બાદ ભારતીય બોલરોની પ્રશંસા કરતાં કહ્યું કે, વિશ્વની કોઇપણ પિચ પર ગમે તેવી પરિસ્થિતિમાં આપણા બોલરો બોલિંગ કરી શકે છે. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે વર્તમાન ભારતીય બોલિંગ આક્રમણ વિશ્વનું શ્રેષ્ઠ બોલિંગ અટેક પૈકીનું એક છે.