શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીની 2.5 કરોડની પહેલી Audi કાર પોલીસ સ્ટેશનમાં ખાઈ રહી છે ધૂળ, જાણો શું છે કારણ ?
વિરાટ કોહલી પાસે હાલમાં અનેક લગ્ઝરી કાર છે. કોહલી કારનો શોખીન છે. તેની પાસે એકથી એક શાનદાર લગ્ઝરી કાર છે.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતાએ તેને અનેક બ્રાન્ડ્સનો પોસ્ટર બોય બનાવી દીધો છે. વિરાટ કોહલી પાસે હાલમાં અનેક લગ્ઝરી કાર છે. કોહલી કારનો શોખીન છે. તેની પાસે એકથી એક શાનદાર લગ્ઝરી કાર છે. કોહલી લાંબા સમયથી ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. જેના કારણે ઓડી ઈન્ડિયાની દરેક કાર લોન્ચિંગ સમયે નજર આવતો હોય છે.
જો વિરાટ કોહલીને દર વખતે એક નવી કાર મળે છે તો તે જૂની કારનું શું કરતો હશે? ફેન્સના મગજમાં ઘણીવાર આ સવાલ આવતો હશે. વિરાટની એક જૂની કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધુળ ખાઈ રહી છે. જણાવી દઈએ કે વિરાટ કોઈ અપરાધમાં સામેલ નથી. પરંતુ તેની કાર પોલીસ સ્ટેશનમાં પડી રહી છે.
વાસ્તવમાં, ઓડી ઈન્ડિયાએ નવું R8 મોડલ લોન્ચ કર્યું હતું ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના જૂના મોડલ વેચવાનો નિર્ણય કર્યો હતો. આ 2012નું Audi R8 મોડેલ હતું. વિરાટ કોહલીની આ પહેલી કાર હતી. 2016માં કોહલીએ તેને એક બ્રોકર દ્વારા સાગર ઠક્કર નામના વ્યક્તિને પોતાની ઓડી કાર વેચી દીધી હતી. એક રિપોર્ટ્સ અનુસાર સાગર બાદમાં એક કૌભાંડમાં ઝડપાયો હતો, જેના કારણે પોલીસે તેની કારને જપ્ત કરી લીધી હતી. હાલમાં તેની કાર પર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધૂળ અને ગંદકી જામી ગઈ છે.
સાગર ઠક્કરે આ કાર ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે વિરાટ પાસેથી ખરીદી હતી. સાગરે લગભગ 2.5 કરોડ રૂપિયામાં આ કાર ખરીદી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement