Sharon Raj Murder Case: કેરળની કોર્ટનો મોટો ચુકાદો, પ્રેમી શેરોન રાજની હત્યા મામલે પ્રેમિકા ગ્રીષ્માને આપી મોતની સજા
આ કેસના ત્રીજા આરોપી ગ્રીષ્માના મામા નિર્મલ કુમારને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે

Sharon Raj Murder Case: કેરળની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે તેના બોયફ્રેન્ડ શેરોન રાજની હત્યા કેસમાં ગર્લફ્રેન્ડ ગ્રીષ્માને મૃત્યુદંડની સજા ફટકારી છે. દરમિયાન આ કેસના ત્રીજા આરોપી ગ્રીષ્માના મામા નિર્મલ કુમારનને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
#WATCH | Thiruvananthapuram, Kerala | Accused Greeshma awarded capital punishment in Sharon Raj murder case | Special Public Prosecutor VS Vineeth Kumar, who represented the victim's family says, " ...While I was arguing before court, I was confident that evidence will be… pic.twitter.com/5EAtCcSGjQ
— ANI (@ANI) January 20, 2025
આ કેસ એક જઘન્ય હત્યાનો કેસ હતો જેમાં ગ્રીષ્મા અને તેના પરિવારના અન્ય સભ્યો પર શેરોન રાજની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે ગ્રીષ્માની સજા પર ચુકાદો આપતાં તેને કડક સજા ફટકારી હતી, જ્યારે નિર્મલ કુમારનને તેના ગુના બદલ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
નોંધનીય છે કે કેરળની રાજધાની તિરુવનંતપુરમની એક સ્થાનિક કોર્ટે ગ્રીષ્મા નામની એક છોકરીને તેના પ્રેમી શેરોન રાજને આયુર્વેદિક દવામાં ઝેરી કેમિકલ ભેળવીને ઝેર આપવા બદલ દોષિત ઠેરવી હતી. 11 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ 25 ઓક્ટોબર, 2022ના રોજ શેરોનનું મૃત્યુ થયું હતું. આ કેસમાં બીજા આરોપી ગ્રીષ્માની માતાને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી, જ્યારે તેના મામાને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
નેય્યાટટિનકરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આ કેસના ત્રીજા આરોપી નિર્મલકુમારન નાયર (છોકરીના મામા) ને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમને પુરાવાનો નાશ કરવા મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસના બીજા આરોપી ગ્રીષ્માની માતાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી ગ્રીષ્માએ પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાને કારણે ઓછી સજા આપવાની માંગ કરી હતી. કોર્ટે પોતાના 586 પાનાના ચુકાદામાં કહ્યું કે ગુનેગારની ઉંમરને ગુનાની ગંભીરતા કરતાં વધુ ધ્યાનમાં લેવાની જરૂર નથી.
આયુર્વેદિક ટોનિક સાથે ઝેર આપવામાં આવ્યું હતું
ગ્રીષ્માને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા) હેઠળ અને તેના મામાને IPC ની કલમ 201 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. મૃતકની ઓળખ શેરોન રાજ તરીકે થઈ છે. ફરિયાદ પક્ષ અનુસાર, પીડિતાને તેની ગર્લફ્રેન્ડ ગ્રીષ્માએ 14 ઓક્ટોબર, 2022ના રોજ તમિલનાડુના કન્યાકુમારીના રામવર્મનચિરાઈ ખાતેના તેના ઘરે હર્બલ આયુર્વેદિક ટોનિકથી ઝેર આપ્યું હતું. ઝેર પીધાના 11 દિવસ પછી 25 ઓક્ટોબરના રોજ 23 વર્ષીય રાજનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
ગ્રીષ્માના લગ્ન એક આર્મી જવાન સાથે નક્કી થયા પછી તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ રાજે તેની સાથેના સંબંધો તોડવાનો ઇનકાર કર્યો હતો. આરોપીએ અગાઉ પણ રસમાં પેરાસિટામોલની ટેબલેટમાં ઝેર ભેળવીને રાજને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, રાજે રસના કડવા સ્વાદને કારણે પીવાનો ઇનકાર કરી દીધો હતો. ગુનાને સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે ડિજિટલ અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા હતા.

