કોહલીએ ટ્વીટ કરીને કેરાલાના લોકોને ઘરમાં પુરાઇ રહેવાની સલાહ આપી હતી. વિરાટ કોહલીએ લખ્યું કે, “કેરાલાના બધા લોકો, કૃપા કરીને સુરક્ષિત રહો, અને બને તેટલા ઘરની અંદર રહો, આશા છે કે સ્થિતિ જલ્દી નોર્મલ થઇ જશે, સાથે ઇન્ડિયન આર્મી અને એનડીઆરએફને મુશ્કેલી પરિસ્થિતિઓમાં શાનદાર કામ કરવા માટે આભાર, મજબૂત રહો અને સુરક્ષિત રહો...”
3/6
કેપ્ટન કોહલીના આ ટ્વીટ પર વરિષ્ઠ પત્રકાર મૃણાલ પાંડેએ કહ્યું કે, આવી વિનાશકારી પૂરના સમયે ઘરની અંદર રહેવું મોતને આમંત્રણ આપવા જેવુ છે. તેમને ટ્વીટ કરીને લખ્યું કે, “મુન્ના, આવા જળપ્રલયની વચ્ચે ઘરની અંદર પુરાઇ રહેવું પોતાની મોતનું પંચનામું કરવા સમાન છે. લોકોને કહેવું જોઇએ કે બધા આવા વધતી પૂરની સ્થિતિને જોતા યથાસંભવ નજીકના સુરક્ષિત રિલીફ કેમ્પોમાં જાઓ, જેથી ત્યાં પાયાની જરૂરિયાત પુરી કરવા લાયક સામગ્રી મળી રહે.”
4/6
5/6
ઉલ્લેખનીય છે કે કેરાલમાં 8 ઓગસ્ટતી 20 ઓગસ્ટ સુધી વિનાશકારી પૂર આવ્યું, તેમાં 300 લોકો પોતાનો જીવ ગૂમાવી ચૂક્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે.
6/6
નવી દિલ્હીઃ કેરાલા છેલ્લા 100 વર્ષોની સૌથી મોટી કુદરતી આફત પૂરનો સામનો કરી રહ્યાં છે. લોકો પૂરના કારણે એકદમ ખરાબ સ્થિતિમાં મુકાઇ ગયા છે. નેતા, અભિનેતા અને બિઝનેસમેનો આર્થિક મદ કરી રહ્યાં છે, ત્યારે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ પૂર પીડિતોને ઊંધી સલાહ આપી દીધી છે અને આ સલાહ પૂરપીડિતો માટે જોખમરૂપ બની શકે છે.