શોધખોળ કરો
IPL 14 Schedule: IPLનો પ્રારંભ કઈ તારીખથી થશે ને ક્યારે રમાઈ શકે છે ફાઈનલ ? જાણો વિગતે
આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થશે અને ફાઈનલ મેચ 30 મેના રોજ રમાઈ શકે છે,
![IPL 14 Schedule: IPLનો પ્રારંભ કઈ તારીખથી થશે ને ક્યારે રમાઈ શકે છે ફાઈનલ ? જાણો વિગતે indian premier league 2021 may be start from 9th april to 30th may sources IPL 14 Schedule: IPLનો પ્રારંભ કઈ તારીખથી થશે ને ક્યારે રમાઈ શકે છે ફાઈનલ ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07022023/ipl-14.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીર-આઈપીએલ ટ્વીટર
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની તારીખોને લઈ સમાચાર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર, આઈપીએલ 2021નો પ્રારંભ 9 એપ્રિલથી 30 મે સુધી રમાઈ શકે છે. જો કે, આઈપીએલ દ્વારા સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. કારણ કે હજુ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર IPLની 14મી સિઝન માટે મેચ કયા શહેરોમાં રમાશે તે મુદ્દે નિર્ણય લેવા માટે મહત્વપૂર્ણ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની તારીખને હજું અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. માનવામાં આવી રહ્યું છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આગામી સપ્તાહમાં આયોજિત થઈ શકે છે.
ગવર્નિંગ કાઉન્સિલ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, આઈપીએલના શેડ્યૂલને લઈ જીસીની બેઠકમાં અંતિમ મંજૂરી આપવામાં આવશે. જેમાં આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થવાની સંભાવના છે. આવતા અઠવાડિયે મેચ ક્યાં ક્યાં રમાશે તે અંગે પણ વાત કરવામાં આવશે. જોકે, સૌથી મોટો મુદ્દો એ છે કે તમામ આઇપીએલ મેચ એક જ શહેરમાં અથવા જુદા જુદા શહેરોમાં યોજાવી જોઈએ.
સૂત્રએ કહ્યું, ' પ્રાપ્ત પ્રસ્તાવ મુજબ, આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થશે અને ફાઈનલ મેચ 30 મેના રોજ રમાશે. જીસી સાથે સંકળાયેલા સભ્યએ કહ્યું કે, આ મુદ્દે હાલમાં ચર્ચા થઈ રહી છે કે આઇપીએલની તમામ મેચ એક જ શહેરમાં યોજાવી જોઈએ. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ચારથી પાંચ શહેરોમાં આઈપીએલ લીગ મેચ રમાડવાના વિકલ્પ શોધી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)