શોધખોળ કરો
Advertisement
ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે T20i ક્રિકેટમાંથી લીધો સન્યાસ, બનાવ્યા હતા આ મોટા રેકોર્ડ
2006માં જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે તેને પોતાની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હતી
નવી દિલ્હીઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન રહી ચૂકેલી મિતાલી રાજે આજે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. મિતાલી 32 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશી કરી ચૂકી છે.
મિતાલી રાજે ત્રણ વખત આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતની કેપ્ટનશીપ કરી છે. 2012, 2014 અને 2016 આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતીય ટીમની કેપ્ટન રહી ચૂકી છે. 2006માં જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે તેને પોતાની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હતી.
મિતાલી રાજના કેરિયરની વાત કરીએ તો, મિતાલીએ 88 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, જેમાં તેને 2364 રન બનાવ્યા છે. ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી મિતાલી રાજ જ છે. એટલું જ નહીં ટી20માં ભારત તરફથી સૌથી પહેલા 2000 રન પણ મિતાલીએ જ પુરા કર્યા હતા.
BREAKING: @M_Raj03 announces retirement from T20Is
She led India in 32 T20Is including the three Women’s WT20 World Cups in 2012 (Sri Lanka), 2014 (Bangladesh) and 2016 (India). More details here - https://t.co/Yuv1CaCXFv pic.twitter.com/Y6n5irOoME — BCCI Women (@BCCIWomen) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement