શોધખોળ કરો
INDvAUS: આ ગુજરાતી બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો વિગત
1/3

બોલિંગ દરમિયાન કૃણાલ પંડ્યાએ 4 ઓવરના સ્પેલમાં 13.75ની સરેરાશથી 55 રન રન આપ્યા હતા. જેના કારણે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો ત્રીજો સૌથી ખર્ચાળ બોલર બની ગયો છે. કૃણાલની પહેલા યુઝવેન્દ્ર ચહલ અને જોગિન્દર શર્માનું નામ આવે છે. ચહલે ચાલુ વર્ષે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે 64 રન આપ્યા હતા. 2007મા ઈંગ્લેન્ડ સામે ડરબનમાં જોગિંદર શર્માએ 57 રન આપ્યા હતા.
2/3

કૃણાલ પંડ્યાની બોલિંગ પર ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોયનિસે ખૂબ રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાની ઓવરમાં મેક્સવેલ સામે એલબીડબલ્યુની અપીલ થઈ હતી અને તેને આઉટ જાહેર કર્યો હતો. પરંતુ મેક્સવેલે રિવ્યૂ લીધો તેમાં તે નોટ આઉટ જાહેર થયો હતો. જે બાદ તેણે આક્રમક બેટિંગ કરી હતી.
Published at : 22 Nov 2018 08:52 AM (IST)
View More





















