રોસ ટેલરઃ ન્યૂઝિલેન્ડ તરફથી વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના લિસ્ટમાં તે બીજા નંબર પર છે. 210 વન ડેમાં તે 47.91ની સરેરાશથી 7714 રન ફટકારી ચુક્યો છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં તેણે 54.90 અને 137 રનની ઈનિંગ રમી હતી. સ્પિનર્સ સામે રમવામાં કુશળતા ધરાવતો હોવાના કારણે ભારતીય બોલર્સે તેની સામે ખાસ રણનીતિ બનાવવી પડશે.
2/5
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 જાન્યુઆરીથી પાંચ વન ડે મેચની શ્રેણીની શરૂઆત થશે. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે હરાવ્યા બાદ ભારતીય ટીમનો ઉત્સાહ ટોચ પર છે. આઈસીસી રેન્કિંગમાં ન્યૂઝિલેન્ડની ટીમ ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાની તુલનામાં ન્યૂઝિલેન્ડની ટીમ વધારે મજબૂત માનવામાં આવે છે. તેમની પાસે અનુભવી બેટ્સમેન અને બોલર્સ છે, જે ભારતીય ટીમ પર ભારે પડી શકે છે.
3/5
કેન વિલિયમસનઃ ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની ગણના વિશ્વના ટોચના બેટ્સમેનોમાં થાય છે. કોહલીની જેમ તે પણ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવે છે. 132 વન ડેમાં 46.22ની સરેરાશથી 5316 રન બનાવી ચુક્યો છે. તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી વન ડે શ્રેણીમાં બે ફિફ્ટી ફટકારી હતી.
4/5
માર્ટિન ગપ્ટિલઃ ન્યૂઝિલેન્ડની ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી માર્ટિન ગપ્ટિલની હોય છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં 1 સદી ફટકારી તેણે શાનદાર ફોર્મનો પરિચય આપ્યો છે. 162 વન ડેમાં તેણે 4316ની સરેરાશતી 6129 રન નોંધાવી ચુક્યો છે. વન ડેમાં તે 153 સિક્સર મારી ચુક્યો છે.
5/5
ટ્રેંટ બોલ્ટઃ ડાબોડી ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટના હાથમાં કીવી ટીમની બોલિંગ કમાન હશે. તેની પાસે સ્પીડ અને સ્વિંગનું બેવડું કોમ્બિનેશન છે. 71 વન ડેમાં 129 વિકેટ લઈ ચુક્યો છે. તેની પાસે આઈપીએલમાં રમવાનો સારો અનુભવ છે. જે ભારત સામેની શ્રેણીમાં કામ લાગી શકે છે.