શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આર્મીની ટોપી પહેરીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા, મેચ ફી શહીદ જવાનોના પરિવારને આપશે
રાંચી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચ સીરીઝની આજે ત્રીજી વનડે રાંચીમાં રમાઇ હતી. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મીની કેપ પહેરીને મેદાનમાં ઉતરી હતી. એટલું જ નહીં ટીમ ઈન્ડિયા આ મેચની ફિ પણ પુલવામા શહીદ થયેલા જવાનોના પરિવારને આપશે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ પહેલા ટીમને સીઆરપીએફ જવાનોની ટોપી ભેટ આપી હતી. અને ભારતીય ટીમ એ ટોપી પહેરી મેદાનમાં ઉતરી હતી. બીસીસીઆઈએ પણ તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. કયો ખેલાડી છે કયા ગ્રેડમાં ને કેટલા મળે છે તેમને વર્ષના રૂપિયા, જાણો BCCIના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ વિશેLt Col Mahendra Singh Dhoni presents the camouflage cap to #TeamIndia Captain @imVkohli #JaiHind ???????????????? pic.twitter.com/edLkFJQvSV
— BCCI (@BCCI) 8 March 2019
બીસીસીઆઈએ મેચ પહેલા વીડિયો શેર કરીને લખ્યું કે, ભારતીય ટીમ આજે જવાનોની કેપ પહેરીને પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજિલ અને ભારતીય સેનાને સન્મામ આપી રહી છે. સાથે એ પણ લખ્યું કે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આજે મેચની પોતાની ફીસ નેશનલ ડિફેન્સ ફંડને શહીદોના બાળકોના અભ્યાસ માટે આપશે. BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, પંત-બૂમરાહ મળ્યુ ઇનામ, ધવન-ભૂવીનું પત્તુ કપાયુ, જાણો વિગતે ઉલ્લેખનીય છે જમ્મુ-કાશ્મીરના પુલવામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.#TeamIndia will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs #JaiHind pic.twitter.com/fvFxHG20vi — BCCI (@BCCI) 8 March 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion