પાકિસ્તાની દિગ્ગજે કરી કેપ્ટન કોહલીની ભરપુર પ્રસંશા, ઓવલની જીતમાં તેની કેપ્ટનશીપને ગણાવી બેસ્ટ, જાણો વિગતે
ઇન્ઝમામ-ઉલ-હકે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું- જે રીતે ભારતીય ટીમ રમી છે, ખાસ કરીને વિદેશમાં તેને શ્રેય આપવો જોઇએ.
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને શાનદાર દિગ્ગજ બેટ્સમેન રહી ચૂકેલા ઇન્ઝમામ-ઉલ-હકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભરપૂર પ્રસંશા કરી છે. ઇન્ઝમામે કહ્યું- તેને ટીમને શાનદાર રીતે મેનેજ કરી. તેને કહ્યું જે રીતે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 191 રનો પર ઓલઆઉટ થયા બાદ વાપસી કરી, તે પછી તેને આ જીતનો શ્રેય આપવો જોઇએ.
ઇન્ઝમામ-ઉલ-હકે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું- જે રીતે ભારતીય ટીમ રમી છે, ખાસ કરીને વિદેશમાં તેને શ્રેય આપવો જોઇએ. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 191 રન પર ઓલઆઉટ થઇ અને જે રીતે તે આગામી ચાર દિવસ રમી તે માટે ટીમને શ્રેય જાય છે.
કેપ્ટનની શારીરિક ભાષા ટીમમાં ઝલકે છે- ઇન્ઝમામ-ઉલ-હક
તેને આગળ કહ્યું- જ્યારે ટીમ તે સમયે જીતે છે જ્યાં એક સમય તેને જીતની દાવેદાર નથી માનવામાં આવતી, ત્યારે કેપ્ટનનુ યોગદાન ખુબ મહત્વનુ હોય છે. કોહલીએ ટીમને બેસ્ટ રીતે મેનેજ કરી, તેની પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનો મેળ છે, પરંતુ કોહલીએ ઓવલમાં ટીમને સારી રીતે મેનેજ કરી. 191 રન પર ઓલઆઉટ થયા બાદ પણ ટીમનુ મનોબળ ના ઘટવા દીધુ, કેપ્ટનની શારીરિક ભાષા ટીમમાં ઝલકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટની બીજી ઇનિંગમાં 210 રન પર ઓલઆઉટ કરીને આ મેચ જીતી અને પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી. બન્ને ટીમોની વચ્ચે સીરીઝની છેલ્લી મેચ શુક્રવારે મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.