જણાવી દઈએ કે બે વર્ષ બાદ આઈપીએલમાં પાછી આવેલી ચેન્નઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ પહેલી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ હતું. પરંતુ ચેન્નઈમાં કાવેરીના પાણીની વહેંચણીને લઈને પ્રદર્શન ચાલી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલા લોકોએ મેન ન કરવાની ધમકી આપી હતી. આટલું જ નહીં મેચ પહેલા ખૂબ વિરોધ થયો હતો.
2/5
ફેન્સને ટીમ સાથે જોડી રાખવા કરાયેલા પ્રયાસો ખૂબ પસંદ આવ્યા. CSKના એક ફેનને આ વિશે કહ્યું કે, દરેક સમયે પોતાની પડખે ઊભા રહેનારા ફેન્સ માટે ટીમે જે કર્યું છે તે વખાણવા લાયક કાર્ય છે. અમે લોકો ટીમના સારા-ખરાબ સમયમાં સાથે ઊભા રહ્યા. મને આશા છે કે ફેન્સની દુઆઓ અને ટીમનું ટેલેન્ટ રંગ લાવશે. ટીમ આ વખતે આઈપીએલ ટ્રોફી જીતશે.
3/5
આ માટે CSKએ ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશનથી ગુરુવારે ‘વિસ્લપોડૂ એક્સપ્રેસ’ નામની ટ્રેન દોડાવી જેમાં લગભગ 1 હજાર સમર્થકો બેસીને પુણે માટે રવાના થયા. આ સાથે જોડાયેલી તસવીરો-વીડિયો સીએસકે દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરાઈ છે.
4/5
ફ્રેન્ચાઈજીએ પોતાના ફેન્સને પુણેમાં આવીને સપોર્ટ કરવા માટે મફત ટ્રેનની સુવિધા આપી છે. આટલું જ નહીં તેમણે ટિકીટના પૈસા પણ નહીં આપવા પડે અને રહેવાની વ્યવસ્થા પણ છે.
5/5
નવી દિલ્હીઃ IPL 2018માં ચેન્નઈ સુપર કિંગ્સ શાનદાર પરફોર્મન્સ કરી રહી છે. વિતેલા ત્રણ મેચમાંથી બે મેચ જીતીને શાનદાર શરૂઆત આપી છે. કાવેરી જળ વિવાદ IPL મેચ સુધી પહોંચી ગયો છે. જેના કારણે આ વર્ષે ચેન્નઈમાં આ કોઈ મેચ રમવામાં નહીં આવશે. હવે ચેન્નઈના તમામ મેચ પુણેમાં રમવામાં આવશે. એવામાં ચેન્નઇ ફેન્સ ખૂબ જ દુઘી છે. પરંતુ એક બાજુ ચેન્નઇ સુપર કિંગ્સે ફેન્સ માટે કંઈક એવું કર્યું જે કોઈને પણ હેરાન કરી મુકે એવું છે.