માર્ક વૂડે આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ માટે સારી બોલિંગ કરી હતી, જ્યારે બેંગ્લોર વતી વધુ વિકેટ ઝડપીને ક્રિસ વૉક્સ પણ પર્પલ કેપ પહેરી ચૂક્યા છે. જો કે આઇપીએલના મોંઘા ખેલાડી બેન સ્ટોક્સ ટીમને સફળતા અપાવવામાં ફેલ થયા છે. રાજસ્થાન રૉયલ્સે બેન સ્ટૉક્સને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોઇન અલીએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે માત્ર એક મેચ જ રમી છે.
2/4
20મી મેથી ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવા જઇ રહી છે. મળેલી માહિતી મુજબ આ ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ થાય તેના એક અઠવાડિયા પહેલાં એટલે કે 17મેની આસપાસ પોત-પોતાના દેશમાં પરત જતા રહેશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લૉર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે.
3/4
મીડિયા અહેવાલ અનુસાર ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે પોતાના 4 ખેલાડી ક્રિસ વોક્સ, માર્ક વુડ, મોઈન અલી અને બેન સ્ટોક્સને પરત બોલાવ્યા છે. આમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સના કુલ 4 વિદેશી ખેલાડીઓએ આઇપીએલની સફર અધૂરી છોડીને જ દેશ પરત વળવું પડશે.
4/4
નવી દિલ્હીઃ આઈપીએલની આ સીઝન હવે એવા તબક્કે આવી ગઈ છે જ્યાં એક એક મેચ મહત્ત્નવપૂર્ણ છે. તમામ ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે જોર લગાવી રહી છે. ત્યારે અહેવાલ મળી રહ્યા છે કે ઇંગ્લેડ ક્રિકેટ બોર્ડે પોતાના 4 ખેલાડીઓને પરત બોલાવ્યા છે.