મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં પ્લે ઓફમાં પહોંચનારી ટીમ નક્કી થઇ ગઇ છે. ચેન્નઇ સામે પંજાબની હાર સાથે જ રાજસ્થાન પ્લે ઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઇ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી. તેણે 14 મેચમાં નવ જીત સાથે 18 પોઇન્ટ મેળવ્યા હતા. પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને ચેન્નઇ સુપરકિંગ્સ રહી જેણે 14 મેચમાં નવ જીત સાથે 18 પોઇન્ટ મેળવ્યા છે પરંતુ તેની રનરેટ હૈદરાબાદ કરતા ઓછો રહેતા બીજા સ્થાને રહી હતી.
2/5
ત્યારબાદ શુક્રવારે 25 મેના રોજ કવોલિફાયર 2 રમાશે. જેમાં ક્વોલિફાયર એકમાં હારનારી ટીમ અને એલિમિનેટરમાં જીતનારી ટીમ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં રમશે. પ્લેઓફ, એલિમિનેટર અને ફાઇનલ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
3/5
રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં દિલ્હીએ મુંબઇને 11 રનથી હરાવીને પ્લે ઓફમાં પહોંચવાના તેના સપનાને તોડી નાખ્યા હતા. જ્યારે બીજા મુકાબલામાં પંજાબને પ્લે ઓફમાં પહોંચવા માટે ચેન્નઇને 53 રનથી હરાવી જરૂરી હતી કારણ કે તે રાજસ્થાન રોયલ્સને નેટ રનનેટમાં હરાવી પ્લે ઓફમાં પહોંચી શકે.
4/5
પ્લેઓફ મુકાબલા મંગળવારથી શરૂ થઇ રહ્યા છે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં પ્રથમ સ્થાન પર રહેનારી હૈદરાબાદ અને બીજા સ્થાન પર રહેલી ચેન્નઇ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે.
5/5
બુધવારે એલિમિનેટર મેચ રમાશે. પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર રહેલી કોલકત્તા અને ચોથા સ્થાન પર રહેલી રાજસ્થાન વચ્ચે મુકાબલો રમાશે. આ મેચમાં જીતનારી ટીમ ક્વોલિફાયર એકમાં હારનારી ટીમ સામે રમશે જ્યારે હારનારી ટીમની આઇપીએલની સફર પૂર્ણ થઇ જશે.