કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી પરંતુ તેનો ઓસ્ટ્રેલિયન બોલર ટાયે સૌથી વધારે વિકેટ લઈને પર્પલ કેપનો પુરસ્કાર પોતાના નામે કરી લીધો છે. ટાયે 14 મેચોમાં 24 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. ત્યાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના રાશિદ ખાન (21 વિકેટ) અને સિદ્ધાર્થ કૌલ (21 વિકેટ)નો નંબર રહ્યો છે.
2/4
આઈપીએલની સિઝનમાં 700થી વધારે રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો વિલિયમ્સન. કેનથી પહેલા ક્રિસ ગેલ, માઈકલ હસી, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે આ સિદ્ધિ પોતાના નામે કરી છે. ગેલે આ કારનામું બે વખત પોતાના નામે કર્યો છે.
3/4
વિલિયમ્સને 17 મેચોમાં 52.50ની સરેરાશ સાથે 735 રન બનાવ્યા હતા જેમાં આઠ અર્ધશતક સામેલ છે. તેના પછી દિલ્હીના ઋષભ પંત 684 રન બનાવીને બીજા સ્થાન પર રહ્યો. ડેયરડેવિલ્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી.
4/4
મુંબઈઃ સનરાઈઝર્સ હૈદ્રાબાદને કેપ્ટન ભરે પોતાની ટીમને ખિતાન ન અપાવી શક્યા પરંતુ ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને આઈપીએલ 11માં સૌથી વધારે 735 રન બનાવીને અંતમાં ઓરેન્જ કેપ મેળવી છે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબના ફાસ્ટ બોલર એન્ડ્રૂ ટાયેએ સૌથી વધારે વિકેટ લઈને પર્પલ કેપ મેળવી છે.