શ્રેયસ ઐય્યરે એકલા હાથે લડત આપી હતી પણ ટીમને જીત અપાવી શક્યા ન હતો. મેન ઓફ ધ મેચ અંકિત રાજપૂતે 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તેણે પૃથ્વી શો અને ગ્લેન મેક્સવેલને સસ્તામાં આઉટ કર્યા હતા. જેમાંથી દિલ્હી બહાર આવી શક્યું ન હતું. જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં કિંગ્સ ઇલેવન પંજાબ ટોપ પર પહોંચી ગયું છે.
2/5
નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 144 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 139 રન જ બનાવી શક્યું હતું. જેના કારણે પંજાબનો 4 રને રોમાંચક વિજય થયો હતો. પૃથ્વી શોએ 10 બોલમાં 22 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી. જોકે આ પછી કોઈ બેટ્સમેન લાંબુ ટકી શક્યો નહોતો.
3/5
યુવરાજ સિંહ ફરી એકવખત નિષ્ફળ ગયો હતો. યુવરાજે 17 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. દિલ્હી વતી પ્લનકેટે 3 અને બાઉલ્ટ-અવીશખાને 2-2 તથા ડેનિયલ ક્રિશ્ચિયને 1 વિકેટ લીધી હતી.
4/5
આ પહેલા ઇન્ડિયન પ્રીમિયર લીગની 22મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 143 રનનો સ્કોર કર્યો હતો. પંજાબે તેના ઇનફોર્મ ઓપનર ક્રિસ ગેલને ઈજાના કારણે આરામ આપવાનો નિર્ણય કર્યો હતો.
5/5
ગેલની ગેરહાજરીમાં પંજાબનો એક પણ ખેલાડી મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. કરૂણ નાયરે સર્વાધિક 34 રન બનાવ્યા હતા. ગેલના સ્થાને ટીમમાં સમાવાયેલા મિલરે 26 રન નોંધાવ્યા હતા.