શોધખોળ કરો
Advertisement
CSK vs KXIP: પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે આપ્યો 154 રનનો લક્ષ્યાંક
પુણે: ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલ સીઝન 11નો 56મો મુકાબલો પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈને જીત માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ 19.4 ઓવરમાં 153 રન બનાવી ઓલ આઉટ થયું હતું. પંજાબ તરફથી મનીષ તીવારીએ 35 રન અને કે નાયરે 54 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી નગીડીએ 4 વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈએ ટોસ જીતી પંજાબ વિરુદ્ધ પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્લેઓફમાં જગ્યા બનાવવી હશે તો તેણે ચેન્નઈને હરાવવું પડશે. પંજાબ પાસે હાલ 12 પોઈન્ટ છે.
પંજાબે પોતાની પ્રથમ છ મેચમાંથી પાંચમાં જીત મેળવી હતી, પરંતું બાદમાં પંજાબનું પ્રદર્શન સારૂ નથી રહ્યું. લોકેશ રાહુલે સમગ્ર સીઝન દરમિયાન શાનદાર બેટિંગ કરી અને 13 મેચમાં 652 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement