શોધખોળ કરો
Advertisement
MI vs KKR : મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતાને 13 રને હરાવ્યું
મુંબઈ: મુંબઈએ આપેલા 182 રનના ટાર્ગેટને પૂરો કરવા મેદાનમાં ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 168 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે 13 રને મેચે જીતીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. કોલકાતા તરફથી ઉથપ્પાએ 54 રન બનાવ્યા હતા, જ્યારે દિનેશ કાર્તિકે 36 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈ તરફથી સૌથી વધારે 59 રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા હતા. લૂઈસ 43 રન બનવી આઉટ થયો હતો જ્યારે હાર્દિક પંડ્યાએ 35 રન બનાવ્યા હતા.
આઈપીએલ સીઝન 11નો 37મો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલી મુંબઈની ટીમે શાનદાર શરૂઆત કરી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં બદલાવ કર્યા છે. રિંકૂ સિંહ અને શિવમ માવીની જગ્યાએ નીતીશ રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે. બીજી તરફ મુબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં કોઈ બદલાવ નથી કર્યો.
IPLમાં આ બંને ટીમો 21 વખત સામ-સામે ટકરાઈ ચૂકી છે જેમાં 16 વખત મુંબઈ અને માત્ર 5 વખત જ KKRને જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલાકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થશે. ત્યારે એ જોવાનુ રહેશે કે, જો કોલાકાતા નાઈટ રાઈડર્સ જીતની હેટ ટ્રિક લગાવે છે કે પછી મુંબઈ ઈન્ડિયન્સ સતત બીજો વિજય મેળવી પ્લે ઑફમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion