આઈપીએલ 2019ની હરાજી જયપુરમાં યોજાશે. બપોરે 2-30 કલાકે હરાજી શરૂ થશે. હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશો. આ વખતે આઈપીએલ હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે જે તમે હોટસ્ટાર પર જોઈ શકશો.
2/3
આ હરાજીમાં 118 કેપ્ડ અને 228 અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે. હરાજી માટે સૌથી વધારે બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. જેમાં 9 ખેલાડીનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી. બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, શોન માર્શ, સેમ કુરેન, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જલો મેથ્યુસ અને ડાર્સી શોર્ટને 2 કરોડ રૂપિયાના ટોપ બ્રેકેટમાં રાખવામાં આવ્યા છે. આવો જાણીએ આઈપીએલ 2019ની હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો.
3/3
જયપુરઃ આીપીએલ 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે.