શોધખોળ કરો
Advertisement
IPL2019: દિલ્હી સામે ચેન્નઈની 6 વિકેટે જીત, ફાઈનલમાં મુંબઈ સામે ટકરાશે
IPL2019ની ક્વાલિફાયર -2માં દિલ્હી સામે જીત બાદ ચેન્નઈની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેનો મુકાબલો ફાઈનલમાં મુંબઈ સાથે થશે. ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વાર ચેમ્પિયન રહી ચુકી છે અને ચાર વખત ઉપ વિજેતા પણ રહી ચુકી છે.
નવી દિલ્હી: આઈપીએલ સીઝન 12ના બીજા ક્વાલિફાયર મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ચેન્નઈ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટકરાશે. ટોસ હારીને પ્રથમ દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે ચેન્નઈને 148 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ચેન્નઈએ 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ચેન્નઈ માટે શેન વોટ્સને 32 બોલમાં 50 રન કર્યા હતા. ફાફ ડુ પ્લેસીસે 39 બોલમાં 7 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. દિલ્હી માટે અક્ષર પટેલ, અમિત મિશ્રા અને ટ્રેન્ટ બોલ્ટ 1-1 વિકેટ ઝડપી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વાર ચેમ્પિયન રહી ચુકી છે અને ચાર વખત ઉપ વિજેતા પણ રહી ચુકી છે..@ChennaiIPL win Qualifier 2 by 6 wickets, will face @mipaltan in the #VIVOIPL 2019 final ????#CSKvDC pic.twitter.com/rnaDaWBwd8
— IndianPremierLeague (@IPL) May 10, 2019
દિલ્હી માટે ઋષભ પંતે સર્વાધિક રન કર્યા હતા. પંતે 25 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 38 રનનું યોગદાન આપ્યું હતું. તે સિવાય કોલીન મુનરોએ 27 રન અને શ્રેયસ ઐયરે 18 રન કર્યા હતા. ચેન્નાઇ માટે દિપક ચહર, હરભજનસિંહ, રવિન્દ્ર જાડેજા અને ડવેન બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. જયારે ઇમરાન તાહિરે પણ 1 વિકેટ લીધી હતી.FIFTY!
Watson brings up his half-century with a MAXIMUM. #CSK inching closer to victory. pic.twitter.com/PJyD9vl9DJ — IndianPremierLeague (@IPL) May 10, 2019
Innings Break!@ChennaiIPL restrict #DC to a total of 147/9 https://t.co/9w8Rn4EsOy #CSKvDC pic.twitter.com/qBRhBtFgjZ
— IndianPremierLeague (@IPL) May 10, 2019
IPLમાં આ યુવકે રિષભ પંતનો કેચ પકડ્યો ને રાતોરાત થઈ ગયો લાખોપતિ, જાણો વિગત ધોનીની દીકરી ઝિવાને કઈ હૉટ એક્ટ્રેસ કિટનેપ કરીને ઉઠાવી જવા માંગે છે? જાણો વિગત PUBGમાં ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓને હરાવવા મુશ્કેલ, કુલદીવ યાદવે કર્યો ખુલાસોA look at the Playing XI for #CSKvDC
Shardul Thakur comes in in place of M Vijay for #CSK. #DC field an unchanged side. pic.twitter.com/b18SNOzqtT — IndianPremierLeague (@IPL) May 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion