શોધખોળ કરો
Advertisement
ધોની IPLમાં આગામી વર્ષે રમશે કે નહીં? CSK ફેન્સને ભાવુક કરશે ક્રિકેટરનો ખુલાસો
ફાઇનલ મેચનાં પરિણામ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં ખુદ ધોનીએ એવો ખુલાસો કર્યો છે કે સીએસકેનાં ફેન્સ નિરાશ થઈ શકે છે.
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટનો ક્યારે અંત આવશે, શું ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ બાદ? આ કહેવું મુશ્કેલ છે કારણ કે આઈપીએલની 12મી સીઝનની ફાઈનલ બાદ ધોનીએ આગામી વર્ષે પણ ન રમવાના સંકેત આપી દીધા છે.
ફાઇનલ મેચનાં પરિણામ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં ખુદ ધોનીએ એવો ખુલાસો કર્યો છે કે સીએસકેનાં ફેન્સ નિરાશ થઈ શકે છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ધોનીને પુછ્યું કે, શું તે આવતા વર્ષે આઈપીએલમાં જોવા મળશે? આનો જવાબ આપતા ધોનીએ કહ્યું કે, “હાં, આવી આશા રાખું છું.” ધોનીનાં આ જવાબે આઈપીએલમાં તેના ભવિષ્ય પર સસ્પેંસ બનાવી રાખ્યું છે.
ચેન્નઈનાં કેપ્ટન ધોનીએ વધુમાં કહ્યું કે, “આવતા વર્ષનાં વિશે અત્યારથી કંઇ કહેવું ઉતાવળ હશે. હવે અમારું આગળનું ટાર્ગેટ વિશ્વ કપ છે જે અમારી પ્રાથમિકતા છે. ત્યારબાદ આપણે ચેન્નઈ સુપર કિંગ્સ વિશે વાત કરીશું. આશા છે કે આવતા વર્ષે મળીશું.” મેચ બાદ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ધોની ઘણો જ નિરાશ જોવા મળી રહ્યો હતો. મેચ બાદ વાત કરતી વખતે ધોની માટે મારું દિલ રડી રહ્યું હતુ. એવું લાગી રહ્યું હતુ જાણે તેનું દિલ તુટી ગયું હતુ. તેને આ પહેલા આવો ક્યારેય નથી જોયો.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement