શોધખોળ કરો

IPL ફાઈનલની ટિકિટો માત્ર બે મિનિટમાં વેચાઈ ગઈ, જાણો શું હતા ભાવ ?

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનના ફાઇનલની ટિકિટ માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મિનિટમાં જ વેચાઇ ગઈ હતી. જે આઈપીએલ ફેન્સની રમત પ્રત્યે ઘેલછા તો દર્શાવે છે પરંતુ તેની સાથે પારદર્શિતા પર પણ સવાલ ઉઠાવે છે.

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનના ફાઇનલની ટિકિટ માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મિનિટમાં જ વેચાઇ ગઈ હતી. જે આઈપીએલ ફેન્સની રમત પ્રત્યે ઘેલછા તો દર્શાવે છે પરંતુ તેની સાથે પારદર્શિતા પર પ સવાલ ઉઠાવે છે. બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ ટિકિટ માટે વેચાણ શરૂ કર્યું હતું. આ માટે કોઇ જાહેરાત પણ નહોતી આપવામાં આવી તેમ છતાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી. આ અંગે હૈજરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ની કાર્યકારી સમિતિના એક સભ્યએ સવાલ ઉઠાવતાં કહ્યું, ફાઇનલ માટે તમામ ટિકિટો સેકન્ડોમાં કેવી રીતે વેચાઇ શકે ? આ ઘણું ચોંકાવનારું છે અને BCCIએ ફાઇનલ જોવાની ઇચ્છા રાખતાં પ્રશંસકોનો દૂર રાખવાનો જવાબ આપવો પડશે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ટિકિટ અંગે ખબર પડી ત્યાં સુધીમાં તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 12 મેના રોજ યોજાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 39,000 પ્રેક્ષકોને સમાવવાની છે. મોટાભાગની મેચોમાં 25,000થી 30,000 ટિકિટ વેચાઇ જાય છે. પરંતુ આ વખતે એવું શું થયું કે કોઇને ખબર ન પડી અને બે મિનિટમાં જ તમામ ટિકિટ વેચાઇ ગઇ. સૂત્રોના જણાવ્યા મુજબ 1000, 1500, 2000, 2500 અને 5000 રૂપિયાની ટિકિટો વેચાવાની હતી, પરંતુ EventsNowએ 1500, 2000, 2500 અને 5000 વાળી જ ટિકિટો વેચી. અન્ય 12,500, 15,000 અને 22,500 રૂપિયાની ટિકિટનું શું થયું તે ખબર નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે. EventsNowના સુધીર રેડ્ડીએ આ અંગે કહ્યું, હું આ અંગે કોઇ જાણકારી આપી શકું નહીં. અમને જે ટિકિટો મળી હતી તે વેચી છે. આ અંગે બીસીસીઆઈ જવાબદાર છે અમે નહીં. HCAના અધિકારીએ કહ્યું કે, ઇવેન્ટ્સનાઉ અને બીસીસીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં પહોંચી ચુકી છે. શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી બીજી ક્વોલિફાયરની ટીમ ફાઇનલમાં પહોંચશે. IPLના ઇતિહાસમાં આ રીતે આઉટ થનારો બીજો ખેલાડી બન્યો અમિત મિશ્રા, જાણો વિગત હાર્દિક પંડ્યાએ આ ખેલાડીને ગણાવ્યો તેની પ્રેરણા, તસવીર શેર કરીને લખ્યું કઇંક આમ ધોરણ-12 સાયન્સનું પરિણામઃ અમદાવાદના ટોપર્સ ભવિષ્યમાં શું બનવા માંગે છે ? જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget