શોધખોળ કરો
Advertisement
IPL 2019:બુમરાહની બોલિંગના દમ પર મુંબઇએ બેગ્લોરને 6 રને હરાવ્યું
નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને છ વિકેટે હાર આપી હતી. મુંબઇ ઇન્ડિયન્સે જીતવા માટે 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે બેગ્લોરની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 181 રન બનાવી શકી હતી. બુમરાહે ચાર ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બેગ્લોર તરફથી એબીડી વિલિયર્સે અણનમ 70 રન ફટકાર્યા હતા. જ્યારે કોહલીએ 32 બોલ પર 46 રન ફટકાર્યા હતા. આ અગાઉ પાર્થિવ પટેલે 22 બોલ પર 31 રનનું યોગદાન આપ્યું હતું. આ અગાઉ યુઝવેન્દ્ર ચહલે બેગ્લોર તરફથી 38 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે પણ બે વિકેટ ઝડપી હતી. બેગ્લોરને જીતવા માટે અંતિમ ચાર ઓવરમાં 41 રન જોઇતા હતા પરંતુ બુમરાહે એક જ ઓવરમાં ફક્ત એક રન આપ્યો હતો અને હેટમાયરની વિકેટ ઝડપી હતી.
આ અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ 33 બોલ પર 48 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે પણ 24 બોલ પર 38 રનની ઇનિંગ રમી હતી. ડી કોક 23 રને બોલ્ડ થયો હતો. રોહિત અને ડી કોક વચ્ચે 54 રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિત શર્મા 48 રને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. યુવરાજ સિંહ 12 બોલમાં 23 રન ફટકારી આઉટ થયો હતો. તેણે 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર 38 રને આઉટ થયો હતો. પોલાર્ડ 5 અને ક્રુણાલ 1 રને આઉટ થતા મુંબઈ મુશ્કેલીમાં મુકાયું હતું. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં અણનમ 32 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી. કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement