શોધખોળ કરો
Advertisement
IPL: રાજસ્થાને પ્લેઓફમાં ક્વોલિફાઈ માટે આશા જીવંત રાખી, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું
રાજસ્થાનની ટીમ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે. રાજસ્થાને પ્લેઓફમાં ક્વોલિફાઈ થવા માટેની આશા જીવંત રાખી છે. જયારે હૈદરાબાદના 11 મેચમાં 10 પોઇન્ટ છે. જો હૈદરાબાદ આગામી ત્રણેય મેચ જીતે તો સીધું ક્વોલિફાય કરશે,
જયપુરઃ આઈપીએલ 2019ની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું. આ સીઝનમાં રાજસ્થાનની 12 મેચમાંથી આ પાંચમી જીત હતી. આ જીત સાથે 10 પોઈન્ટ સાથે રાજસ્થાનની ટીમ છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે. રાજસ્થાને પ્લેઓફમાં ક્વોલિફાઈ થવા માટેની આશા જીવંત રાખી છે.
જયારે હૈદરાબાદના 11 મેચમાં 10 પોઇન્ટ છે. જો હૈદરાબાદ આગામી ત્રણેય મેચ જીતે તો સીધું ક્વોલિફાય કરશે. જયારે 3માંથી 2 મેચ જીતે તો અન્ય ટીમોના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે. રાજસ્થાનની આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સને ફાયદો થયો છે. રાજસ્થાનની આ જીતથી ચેન્નઈ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
That's that from Jaipur as the @rajasthanroyals register a victory by 7 wickets with 5 deliveries to spare.#RRvSRH pic.twitter.com/uL7TPNrd4K
— IndianPremierLeague (@IPL) April 27, 2019
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. 161 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેચ જીતી હતી. રાજસ્થાન માટે લિવિંગસ્ટોને 44 જયારે રહાણેએ 39 રનની ઇનિંગ્સ રમી હતી. સંજુ સેમસને 32 બોલમાં અણનમ 48 રન કર્યા હતા.Jaydev Unadkat is adjudged the Man of the Match for his outstanding effort on the field and bowling figures of 2/26 ???????? pic.twitter.com/ZhrDrzbF9v
— IndianPremierLeague (@IPL) April 27, 2019
હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ 36 બોલમાં 61 તથા વોર્નરે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી વરુણ એરોન, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકડ, થોમસ તમામે 2-2 વિકેટ ઝડપી હતી.Manish Pandey is our key performer for the @SunRisers innings for his knock of 61 off 36 deliveries.#RRvSRH pic.twitter.com/R5a1o60gnv
— IndianPremierLeague (@IPL) April 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement