શોધખોળ કરો
IPL 2020: સનરાઈઝર્સ હૈદ્રાબાદનો મોટો નિર્ણય, આ સ્ટાર ખેલાડીને બનાવ્યો કેપ્ટન
વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે 2016માં આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
નવી દિલ્હીઃ 29 માર્ચથી શરૂ થઈ રહેલ આઈપીએલની 13મી સીઝન માટે સનરાઈઝર્સ હૈદ્રાબાદે સૌથી મોટો નિર્ણય કર્યો છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદે નવી સીઝન માટે ડેવિડ વોર્નરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે. બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે વોર્નરને 2018માં ટીમની કેપ્ટનશિપ ગુમાવી પડી હતી. પરંતુ નવી સીઝનમાં તે ફરીથી ટીમની આગેવાની કરતો જોવા મળશે.
વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે 2016માં આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પરંતુ 2018માં વોર્નરને દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ બોલ ટેમ્પરિંગ કરવાને કારણે માત્ર કેપ્ટનશિપ જ ગુમાવી પડી ન હતી પરંતુ તે 2018માં આઈપીએલમાં ભાગ પણ લઈ શક્યો ન હતો. ખેલાડી તરીકે વોર્નર વોર્નરની પાછલા વર્ષે આઈપીએલમાં વાપસી થઈ છે.
પાછલા વર્ષે વોર્નર આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો હતો. વોર્નરે 12 મેચમાં 692 રન બનાવીને ઓરેંજ કેપ પોતાના નામે કરી. વોર્નરને ટીમે પાછલા વર્ષે શાનદાર પ્રદર્શન કરવા પર ઇનામ તરીકે ફરીથી કેપ્ટન બનાવ્યો છે. પાછલી બે સીઝનમાં હૈદ્રાબાદની કમાન કેન વિલિયમસન અને ભુવનેશ્વર કુમારના હાથમાં હતી.
વોર્નરે કેપ્ટન તરીકે વાપસી બાદ ખુશી વ્યક્ત કરી છે. વોર્નરે કહ્યું, “હું 2020ની આઈપીએલમાં કેપ્ટન બનવા પર ખુશ છું. હું ટીમ મેનેજમેન્ટનો આભાર માનું છું કે તેમણે મને ફરીથી આ જવાબાદારી સોંપી.”
વોર્નરે કેન વિલિયમસન અને ભુવનેશ્વર કુમારનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષમાં કેન વિલિયમસન અને ભુવીએ શાનદાર કામ કર્યું છે. હું નવી સીઝનમાં આ બન્ને દિગ્ગજ ખેલાડીઓની સાથે મળીને કામ કરીશ. હું ટીમને ફરીથી ખિતાબ અપાવવાનો પૂરો પ્રયત્ન કરીશ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement