શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: ધોની સહિત CSK ના અન્ય ખેલાડીઓ ચેન્નઈ એરપોર્ટથી UAE જવા રવાના, જુઓ વીડિયો
CSK Leave for IPL 2020 UAE: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન માટે મહેંદ્ર સિંહ ધોની સહિત ચેન્નઈ સુપર કિંગ્સના અન્ય ખેલાડીઓ ચેન્નઈ એરપોર્ટ પરથી UAE જવા માટે રવાના થયા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન માટે મહેંદ્ર સિંહ ધોની સહિત ચેન્નઈ સુપર કિંગ્સના અન્ય ખેલાડીઓ ચેન્નઈ એરપોર્ટ પરથી UAE જવા માટે રવાના થયા છે. CSK કે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં મહેંદ્ર સિંહ ધોની, સુરેશ રૈના, રવિંદ્ર જાડેજા અને બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાથી જોવા મળ્યા હતા. ખેલાડીઓની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટીમના એરપોર્ટ પહોંચવાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે IPL ની 13મી સીઝનનો આયોદન 19 સપ્ટેમ્બર 2020 થી 10 નવેમ્બર 2020 સુધી UAE માં થશે. ક્રિકેટના ફેન્સ આઈપીએલ શરૂ થવાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલનું આયોજન પહેલા 29 માર્ચથી થવાનું હતું પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે તેને ટાળવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે તમામ ટીમોએ યૂએઈ પહોંચ્યા બાદ બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે અને આ દરમિયાન 6 દિવસની અંદર તમામ ખેલાડીઓ અને સ્ટાફનો 3 વખત કોરોના ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ જ બાયો સિક્યોર બબલમાં તેમને જવાની અને ટ્રેનિંગ શરૂ કરવા દેવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion