શોધખોળ કરો
IPL 2020: સીઝન શરૂ થતા પહેલા જ મુંબઈને લાગ્યો મોટો ઝટકો, શરૂઆતની મેચમાં નહીં રમે આ ઘાતક ખેલાડી
મલિંગા આઈપીએલના ઈતિહાસનો સૌથી સફળ બોલર છે. 2009માં થયેલી આઈપીએલની બીજી સીઝનથી તે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે અને અત્યાર સુધીમાં 122 મેચમાં 170 વિકેટ લઈ ચુક્યો છે.

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13ની શરૂઆત પહેલા જ વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની બોલિંગમાં મુખ્ય હથિયાર અને શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા સીઝનની શરૂઆતમાં ટીમનો હિસ્સો નહીં બની શકે. અંગત કારણોસર મલિંગા શરૂઆતની મેચમાં ઉપલબ્ધ નહીં રહે. ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ પ્રમાણે લીગના સૌથી સફળ બોલર મલિંગાના પિતા હાલ બીમાર છે અને હાલ તે પિતા સાથે સમય પસાર કરવા માંગે છે. જાણકારી મુજબ, તેના પિતાને આગામી દિવસોમાં સર્જરી કરાવી પડી શકે છે. આ સ્થિતિમાં તે પરિવાર સાથે રહેવા માંગે છે. મલિંગા શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે અને પોતાના અનુભવથી ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી છે. મલિંગાની ગેરહાજરીમાં બોલિંગમાં સૌથી મોટી જવાબદારી ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર આવશે. ગત સીઝનમમાં ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્રસ સામે બુમરાહ અને મલિંગાએ અંતિમ ઓવરમાં ચુસ્ત બોલિંગ કરીને ટીમને રેકોર્ડ ચોથી વખત ચેમ્પિયન બનાવી હતી. મલિંગાએ અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી 9 રન નહોતા બનાવા દીધા અને 7 રન આપી છેલ્લા બોલે વિકેટ લેવાની સાથે મુંબઈને 1 રનથી વિજેતા બનાવ્યું હતું. મલિંગા આઈપીએલના ઈતિહાસનો સૌથી સફળ બોલર છે. 2009માં થયેલી આઈપીએલની બીજી સીઝનથી તે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે અને અત્યાર સુધીમાં 122 મેચમાં 170 વિકેટ લઈ ચુક્યો છે.
વધુ વાંચો





















