શોધખોળ કરો
Advertisement
RR vs SRH IPL 2020: રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આપ્યો 155 રનનો ટાર્ગેટ, હોલ્ડરની 3 વિકેટ
રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો છે.
રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. IPL 2020ની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઈ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા.
સંજુ સેમસને 36 અને બેન સ્ટોક્સે 30 રનની ઈનિંગ રમી હતા. રિયાન પરાગે 20 અને સ્ટીવ સ્મિથે 19 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે પ્રથમ મેચ રમતા 3 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સ અને સનરાઈજર્સ હૈદરાબાદ આપીએલમાં 2020માં મેચ દુબઈની ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન 8 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા અને હૈદરાબાદ 6 પોઈન્ટ્સ સાથે સાતમા નંબરે છે.
રાજસ્થાનની ટીમ: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર(વિકેટકીપર), બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, અંકિત રાજપૂત, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને શ્રેયસ ગોપાલ
હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, શાહબાઝ નદીમ,સંદીપ શર્મા અને ટી નટરાજન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement