શોધખોળ કરો
Advertisement
IPL 2020 RR vs CSK: રાજસ્થાને ચેન્નાઈને જીતવા આપ્યો 217 રનનો લક્ષ્યાંક, સેમસનના 32 બોલમાં તોફાની 74 રન; ઈનિંગમાં છગ્ગાનો થયો વરસાદ
મેચમાં ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.
IPL 2020 RR vs CSK: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ચોથો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન ફટકાર્યા હતા. રાજસ્થાનની ઈનિંગમાં કુલ 17 છગ્ગા લાગ્યા હતા.
સંજુ સેમસનની આંધી
મેચમાં સંજુ સેમસને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 32 બોલમાં 9 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. તેણે બીજી વિકેટ માટે સ્ટીવ સ્મિથ સાથે 121 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથે 47 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા વડે 69 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચર 8 બોલમાં 27 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
રાજસ્થાન રૉયલ્સની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જાયસ્વાલ, રૉબિન ઉથપ્પા, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર, રિયાન પરાગ, ટૉમ કરન, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, રાહુલ તિવેટીયા
ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન
શેન વૉટસન, મુરલી વિજય, ફાક ડૂ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, લુંગી એનગિડી, દીપક ચહર, પિયુષ ચાવલા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement