શોધખોળ કરો
IPL 2020: KKRના મિસ્ટ્રી સ્પિનરે દિલ્હીની અડધી ટીમને મોકલી પેવેલિયન, બનાવ્યા આ મોટો રેકોર્ડ
આઈપીએલની ચાલુ સીઝનમાં તે 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો. વરૂણ ચક્રવર્તીએ રિષભ પંત, શિમરોન હેટમાયર, શ્રેયસ ઐયર, માર્કસ સ્ટોયનિસ અને અક્ષર પટેલની વિકેટ લઇ આ કારનામું કર્યુ હતું.
અબુ ધાબીઃ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 42મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનીલ નરેને 32 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સ્ટોયનિસ, રબાડા અને નોર્તજેને 2-2 સફળતા મળતી હતી.
મેચ જીતવા 195 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 135 રન બનાવી શકતા કોલકાતાનો 59 રનથી શાનદાર વિજય થયો હતો. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. આ સાથે તેણે આઈપીએલમાં અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આઈપીએલની ચાલુ સીઝનમાં તે 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો.
વરૂણ ચક્રવર્તીએ રિષભ પંત, શિમરોન હેટમાયર, શ્રેયસ ઐયર, માર્કસ સ્ટોયનિસ અને અક્ષર પટેલની વિકેટ લઇ આ કારનામું કર્યુ હતું. આ ઉપરાંત આઈપીએલના ઈતિહાસમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી પાંચ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર છે. તે આઈપીએલમાં કોલકાતા તરફથી સૌથી ઓછા રનમાં 5 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. સુનીલ નારાયણે 2012માં 19 રનમાં 5 વિકેટ લીધી હતી. આ ઉપરાંત આઈપીએલમાં અનકેપ્ડ પ્લેયર દ્વારા કરવામાં આવેલી બીજી શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
IPL 2020: સસરાના નિધનના એક દિવસ બાદ જ કોલકાતાના આ ખેલાડીએ રમી આક્રમક ઈનિંગ, મેદાન વચ્ચે જર્સી બતાવીને કર્યુ આમ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement