આઇપીએલની શરૂઆત પહેલા જ કોહલીને મોટો ઝટકો, ટીમનો આ સ્ટાર બેટ્સમેન આવ્યો કોરોનાની ઝપેટમાં, જાણો વિગતે
આઇપીએલની શરૂઆત પહેલા જ કોહલીની ટીમ એટલે કે આરસીબીને મોટો ઝટકો લાગ્યો છે. તેની ટીમનો સ્ટાર ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિકલ (Devdutt Padikkal) કોરોનાથી સંક્રમિત થયો છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝન આગામી 9મી એપ્રિલથી શરૂ થઇ રહી છે. આઇપીએલ 2021ની પહેલી મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB Player) અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. જોકે, આઇપીએલની શરૂઆત પહેલા જ કોહલીની ટીમ એટલે કે આરસીબીને મોટો ઝટકો લાગ્યો છે. તેની ટીમનો સ્ટાર ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિકલ (Devdutt Padikkal) કોરોનાથી સંક્રમિત થયો છે. આ પહેલા કાલે એટલે કે શનિવારે દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ કોરોના પૉઝિટીવ (Devdutt Padikkal Corona positive) આવ્યો હતો. ત્યારબાદ તેને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો હતો.
ગઇ સિઝનમાં શાનદાર રહ્યું પેડિકલનુ પ્રદર્શન...
ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક માટે રમનારા 20 વર્ષીય લેફ્ટ હેન્ડ બેટ્સમેન દેવદત્ત પડિકલે ગઇ સિઝનમાં જ પોતાનુ શાનદાર આઇપીએલ ડેબ્યૂ કર્યુ હતુ. આઇપીએલ 2020માં દેવદત્ત પડિકલનુ (Devdutt Padikkal) પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. ટૂર્નામેન્ટમાં તેને વિરાટ કોહલીથી પણ વધુ રન બનાવ્યા હતા. તેને 15 મેચોમાં 473 રન બનાવ્યા હતા, આમાં પાંચ ફિફ્ટી પણ સામેલ હતી. આ વર્ષે દેવદત્ત પડિકલને વિરાટ કોહલીની (virat kohli) સાથે ઇનિંગની શરૂઆત કરવાની હતી, પરંતુ હવે તેની કેટલીક મેચો મિસ કરવાનુ નક્કી છે.
આઇપીએલ 2021 પર પડ્યો કોરોનાનો માર....
આઇપીએલ 2021ના શરૂ થવામાં હવે માત્ર પાંચ દિવસ બચ્યા છે, પરંતુ આની ઠીક પહેલા આ લીગ લીગ પર કોરોનાનો માર પડવાનો શરૂ થઇ ગયો છે. આરસીબીના (RCB) દેવદત્ત પડિકલ અને દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સનો એક સભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. વળી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં કુલ 10 કર્મચારી અત્યાર સુધી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે, અને હવે સામાન્ય માણસોની સાથે સાથે સેલેબ્સ અને સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. આગામી 9મી એપ્રિલથી આઇપીએલ શરૂ થઇ રહી છે.