IPL 2021માં દમદાર કેપ્ટનશીપ છતાં ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદેથી હટાવી દેવાશે, જાણો શું છે કારણ
શ્રેયસ અય્યર હાલ ખભાની સર્જરીથી સાજો થઇ રહ્યો છે. એપ્રિલમાં અય્યરને ખભાની સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી બાદથી અય્યર આઇપીએલની 14મી સિઝનમાંથી બહાર થઇ ગયો હતો. અય્યરની ખભાની ઇજામાંથી સજા થવા માટે લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 14ની બાકી બચેલી મેચોનુ આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં થવા જઇ રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને મોટો ઝટકો આપવાનુ નક્કી કરી લીધુ છે. રિપોર્ટ્સનુ માનીએ તો ઋષભ પંતને કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે છે. દિલ્હી કેપિટલ્સ આ પગલુ શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થયા બાદ ઉઠાવશે.
શ્રેયસ અય્યર હાલ ખભાની સર્જરીથી સાજો થઇ રહ્યો છે. એપ્રિલમાં અય્યરને ખભાની સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી બાદથી અય્યર આઇપીએલની 14મી સિઝનમાંથી બહાર થઇ ગયો હતો. અય્યરની ખભાની ઇજામાંથી સજા થવા માટે લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે.
ઓગસ્ટ સુધી અય્યર પુરેપુરો ફિટ થઇ શકે છે. જેથી ટૂર્નામેન્ટને 18 સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે, એટલા માટે અય્યર ટીમમાં વાપસી કરી શકે છે, ઇજાના છતાં દિલ્હી કેપિટલ્સના અય્યરને દિલ્હી કેપિટલ્સે રિલીઝ ન હતો કર્યો. સ્પોર્ટ્સ ટૂડેના રિપોર્ટ પ્રમાણે આઇપીએલને યૂએઇ શિફ્ટ થવા પર શ્રેયસ અય્યર ટીમની કમાન સંભાળતો દેખાશે.
દિલ્હીનુ પ્લેઓફમાં પહોંચવાનુ લગભગ નક્કી......
શ્રેયસ અય્યરની ઇજા થયા બાદ દિલ્હી કેપિટલ્સે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પર ભરોસો રાખ્યો હતો. ઋષભ પંતે કેપ્ટનશીપની જવાબદારી શાનદાર રીતે નિભાવી અને સિઝન 14માં શાનદાર રમત બતાવી હતી. આઇપીએલ સિઝન 14 સ્થગિત થઇ ત્યાં સુધીમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાના 8 મેચોમાંથી 6 મેચોમાં જીત નોંધાવીને સફર રમત બતાવી હતી. દિલ્હી કેપિટલ્સ 12 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે. એટલુ જ નહીં દિલ્હી કેપિટલ્સને પ્લે ઓફરમાં જગ્યા બનાવવા માટે બાકી બચેલી 6 મેચોમાથી ફક્ત 2 જ મેચ જીતવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સે 2018માં શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપી હતી. અય્યરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સનુ પ્રદર્શન સતત સુધર્યુ, વર્ષ 2019માં ટીમ પ્લે ઓફમાં પહોંચી જ્યારે 2020માં પહેલીવાર ટીમ અય્યરની કેપ્ટનશીપમાં ફાઇનલમાં રમી હતી, જોકે મુંબઇ ઇન્ડિયન્સના હાથે માત મળતા જ ચેમ્પિયન બનવાનુ સપનુ રોળાયુ ગયુ હતુ.