IPL 2021: બેંગ્લૉર સામે મેચ હારવા પાછળ સહેવાગે પંતની કઇ ભૂલને ગણાવી જવાબદાર, પંતે શું કરવુ જોઇતુ હતુ, જાણો વિગતે
સહેવાગે (Sehwag) પંતની કેપ્ટનશી પર સવાલો ઉઠાવતા કહ્યું- તે આ માટે મેચમાં 10માંથી 5 પૉઇન્ટ પણ આપવાનુ પસંદ નહીં કરે, સહેવાગે (Sehwag) કહ્યું- એક કેપ્ટન તરીકે મેચમાં પોતાના મુખ્ય બૉલરોની ઓવરોનો ઉપયોગ કરવો તમારી જવાબદારી છે. આ લેવલની મેચોમાં આવી ભૂલોની આશા નથી રાખી શકાતી.
![IPL 2021: બેંગ્લૉર સામે મેચ હારવા પાછળ સહેવાગે પંતની કઇ ભૂલને ગણાવી જવાબદાર, પંતે શું કરવુ જોઇતુ હતુ, જાણો વિગતે IPL-2021: Sehwag questions on Rishabh Pant bad captaincy against RBC IPL 2021: બેંગ્લૉર સામે મેચ હારવા પાછળ સહેવાગે પંતની કઇ ભૂલને ગણાવી જવાબદાર, પંતે શું કરવુ જોઇતુ હતુ, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/28/59f277832b878cc1b994165940b191fc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આઇપીએલમાં (IPL-2021) કાલે રમાયેલી મેચમાં દિલ્હીને (DC) બેંગ્લૉરના (RCB) હાથે એક રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે (Sehwag) આ હાર પર કેપ્ટન ઋષભ પંતની (Rishabh Pant) ઝાટકણી કાઢી છે. હાર માટે પંતની ખરાબ કેપ્ટનશીપને (Pant bad captaincy) જવાબદાર ગણી છે.
સહેવાગે (Sehwag) પંતની કેપ્ટનશી પર સવાલો ઉઠાવતા કહ્યું- તે આ માટે મેચમાં 10માંથી 5 પૉઇન્ટ પણ આપવાનુ પસંદ નહીં કરે, સહેવાગે (Sehwag) કહ્યું- એક કેપ્ટન તરીકે મેચમાં પોતાના મુખ્ય બૉલરોની ઓવરોનો ઉપયોગ કરવો તમારી જવાબદારી છે. આ લેવલની મેચોમાં આવી ભૂલોની આશા નથી રાખી શકાતી.
સહેવાગે કહ્યું-હું આ મેચમાં (DC vs RCB) પંતની કેપ્ટનશીપ માટે દસમાંથી પાંચ અંક પણ નથી આપવા માંગતો, જો તમારો મુખ્ય બૉલર (અમિત મિશ્રા) પોતાની પુરી ઓવરો નથી કરી શકતો તો આનો અર્થ એ છે કે તમારાથી ક્યાંકને ક્યાંક ચૂક થઇ છે, અને કેપ્ટનશીપ આ તમામ વાતો પર નિર્ભર રહે છે. તમારે આ વાતોનો ખ્યાલ રાખવાનો હોય છે. એક કેપ્ટનની પરિસ્થિતિ અનુસાર બૉલિંગના પોતાના ઓપ્શનનો ઉપયોગ કરવો જોઇએ.
સ્માર્ટ કેપ્ટન બનવા માટે સ્માર્ટ ક્રિકેટ રમવાની જરૂર....
સહેવાગે કહ્યું પંતને સ્માર્ટ કેપ્ટન બનવા માટે સ્માર્ટ ક્રિકેટ રમવાની જરૂર છે. તેને કહ્યું- જો પંતનો એક સારો કેપ્ટન બનવુ છે તે તેને આ નાની નાની વાતોનુ ધ્યાન રાખવાની જરૂર છે. તમે સ્માર્ટ ક્રિકેટ રમો ત્યારે જ તમે સ્માર્ટ કેપ્ટન બની શકો છો.
સહેવાગે સાથે કહ્યું- તમારે જલ્દી આ વસ્તુઓને શીખવાની જરૂર છે. તમે આમ કોઇને પણ બૉલિંગ માટે નથી કહી શકતા. તમે કઇ રીતે રમતને કન્ટ્રૉલ કરો છો, તેના પરથી એક કેપ્ટન તરીકે તમારી કેબેલિયતની જાણી શકાય છે. પંતે આ મેચમાંથી શીખ લેવી જોઇએ, અને આગળ તેને પુરેપુરી સુઝબુઝ સાથે બૉલિંગમાં ફેરફાર કરવા અને તે અનુસાર પ્લેસમેન્ટ લગાવવાની આવશ્યકતા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)