સખત બાયૉ બબલ હોવા છતાં કોરોનાની ઝપેટમાં કેવી રીતે આવી ગયા કોલકત્તાના ખેલાડીઓ, સામે આવ્યુ આ મોટુ કારણ
સોમવારે બપોરે જ્યારે કોલકત્તાના (KKR) બે ખેલાડીઓ કોરોના પૉઝિટીવ આવ્યા તો અચાનક હડકંપ મચી ગયો. બોર્ડ તરફથી તરતજ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો અને સાંજે કોલકત્તા (KKR) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) વચ્ચેની આઇપીએલ (IPL) મેચને રદ્દ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝનમાં ફ્રેન્ચાઇઝી ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) તરફથી રમી રહેલી બે ખેલાડીઓ 3જી મેએ કોરોના પૉઝિટીવ (Covid-19 Positive) નીકળ્યા હતા. વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) અને સંદિપ વૉરિયર (Sandeep Warrier) કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બાયૉ બબલની (IPL Bio Bubble) અંદર આ રીતે ખેલાડીઓ કોરોના પૉઝિટીવ થતા હંગામો મચી ગયો છે. સવાલ એ ઉભો થયો છે કે છેવટે આટલા સખત બાયૉ બબલની (IPL Bio Bubble) અંદર રહેવા છતાં ખેલાડીઓ કેવી રીતે કોરોનાની ઝપેટમાં આવી ગયા.....
સોમવારે બપોરે જ્યારે કોલકત્તાના (KKR) બે ખેલાડીઓ કોરોના પૉઝિટીવ આવ્યા તો અચાનક હડકંપ મચી ગયો. બોર્ડ તરફથી તરતજ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો અને સાંજે કોલકત્તા (KKR) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) વચ્ચેની આઇપીએલ (IPL) મેચને રદ્દ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. સાથે જાણકારી પણ આપવામાં આવી કે ટીમના બાકીના ખેલાડીઓ બિલકુલ સુરક્ષિત છે, અને તેમને રિપોર્ટ નેગેટિવ છે.
વરુણ અને સંદીપ કઇ રીતે થયા પૉઝિટીવ....
અંગ્રેજી વેબસાઇટ ESPNcricinfo અનુસાર, વરુણ ચક્રવર્તી બાયૉ બબલને છોડીને બહાર નીકળ્યો હતો. તે ખભાના સ્કેન માટે સત્તાવાર રીતે ગ્રીન ચેનલ દ્વારા બબલથી બહાર નીકળ્યો હતો. કહેવાઇ રહ્યું છે કે વરુણ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયો હોઇ શકે છે. બીસીસીઆઇના પ્રૉટોકોલ અનુસાર ખેલાડીઓને પ્રાઇવેટ વાહન દ્વારા પીપીઇ કિટમાં હૉસ્પીટલ લઇ જવાની અનુમતી છે. આની સારવાર કરવા માટે જે મેડિકલ સ્ટાફ આવે છે, તે પણ પીપીઇ કીટ પહેરી રાખે છે.
નથી તોડવામાં આવ્યો પ્રૉટોકેલ....
એ વાતની પુષ્ટી થઇ ગઇ છે કે વરુણે હૉસ્પીટલમાં જવા માટે જે ગ્રીન ચેનલનો ઉપયોગ કર્યો હતો, તે દરમિયાન પ્રૉટોકોલનુ પાલન કર્યુ હતુ. હૉસ્પીટલ જવા અને ત્યાંથી પાછા આવવા દરમિયાન કોઇપણ પ્રકારના પ્રૉટોકોલને નથી તોડવામાં આવ્યો. છતાં બબલની અંદર કોઇ ખેલાડીનુ કોરોનાથી સંક્રમિત થવુ ખરેખર ચિંતાજનક છે, કેમકે તે બાકીના ખેલાડીઓના સીધા સંપર્કમાં આવે છે.