શોધખોળ કરો

વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયાના બૉલરે દેશના બદલે KKRને મહત્વ આપતાં ચાહકો બગડ્યા, જાણો બોલરે શું કર્યું ?

વરુણ ચક્રવર્તીએ જોકે પોતાના કોટાની ચાર ઓવરો પુરી ફેંકી હતી, તેને 26 રન આપીને દિલ્હીની બે વિકેટો લીધી હતી. તેને દિલ્હીના ઇનફોર્મ બેટ્સમેન શિખર ધવનને આઉટ કર્યો હતો,

નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ (T20 World Cup)નો ઇન્તજાર બસ થોડાક દિવસોમાં ખતમ થવાનો છે. 17 ઓક્ટોબરથી આની શરૂઆત થઇ રહી છે, પરંતુ આનાથી પહેલા ભારત માટે એક ચિંતાની વાત છે. વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવેલા વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy)ની ફિટનેસને લઇને ચિંતા વધતી દેખાઇ રહી છે. વરુણ આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) માટે રમે છે. કોલકત્તા અને દિલ્હી વચ્ચે ગુરુવારે આઇપીએલ-2021 (IPL 2021)ની બીજી ક્વૉલિફાયર મેચ રમાઇ હતી, જેમાં કેકેઆરે ફરી એકવાર ટૉપની દિલ્હી કેપિટલ્સે માત આપીને ફાઇનલ મેચમાં પ્રવેશ કરી લીધો. પરંતુ આ મેચની સાથે જ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય પણ ઉભો થઇ ગયો કેમ કે મેચ દરમિયાન સ્ટાર સ્પીનર ગણાતા વરુણ ચક્રવર્તીની ઇજા વધી અને તે લંગડાતો લંગડાતો મેદાન છોડીને બહાર થઇ ગયો હતો. 

વરુણ ચક્રવર્તીએ જોકે પોતાના કોટાની ચાર ઓવરો પુરી ફેંકી હતી, તેને 26 રન આપીને દિલ્હીની બે વિકેટો લીધી હતી. તેને દિલ્હીના ઇનફોર્મ બેટ્સમેન શિખર ધવનને આઉટ કર્યો હતો, આ ઉપરાંત તેને પૃથ્વી શૉને પણ પેવેલિયન મોકલ્યો હતો. વરુણ ચક્રવર્તીની ઇજાને લઇને હજુ સુધી કોઇ વાત સ્પષ્ટ નથી, પરંતુ ચિંતાનો વિષય છે. કેમ કે તે વર્લ્ડકપમાં પસંદ કરવામાં આવેલી ટીમનો ભાગ છે, અને જો ઇજાગ્રસ્ત થાય છે તો ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. 

વરુણ ચક્રવર્તીની ઇજા પર ફેન્સ બરાબરના ગિન્નાયા છે. સોશ્યલ મીડિયા પર લોકો કૉમેન્ટ કરીને પુછી રહ્યાં છે કે, શું વરુણ ચક્રવર્તી માટે આઇપીએલમાં કેકેઆર મહત્વની છે કે દેશ. ફેન્સનુ કહેવુ છે કે આગામી સમયમાં ટી20 વર્લ્ડકપ આવી રહ્યો છે, જેથી વરુણ ચક્રવર્તીએ ટીમ માટે ફિટ રહેવા પર ધ્યાન આપવુ જોઇએ, નહીં કે કેકેઆરને આઇપીએલ ટ્રૉફી જીતાડવા પર. ઉલ્લેખનીય છે કે, વરુણ ચક્રવર્તીની ઇજાથી ટીમને મોટુ નુકસાન થઇ શકે છે. વરુણ ચક્રવર્તીએ પણ આ વાતનો જવાબ આપ્યો તેને કહ્યું કે હું હાલમાં ઇજાથી પીડિત છુ અને ટીમ માટે ફિટ થવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. 

T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી ઇજાગ્રસ્ત, આ મોટા ક્રિકેટરને મળી શકે છે તક-

ટી20 વર્લ્ડ કપ 2021 યુએઈમાં 17 ઓક્ટોબરથી શરૂ થશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે. જોકે ટી20 વર્લ્ડ પહેલા ટીમમાં સ્થાન મેળવેલ લેગ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીની ઈજાના સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઈના એક સૂત્રએ સ્પષ્ટતા કરી હતી કે વરુણ ચક્રવર્તીના ઘૂંટણ સારી સ્થિતિમાં નથી. આઈસીસીના નિયમો અનુસાર, ભારત પાસે હજુ પણ 10 ઓક્ટોબર સુધી ટી 20 વર્લ્ડ કપની ટીમમાં ફેરફાર કરવાની તક છે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને ટી 20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાની તક મળશે જો વરુણ ચક્રવર્તી ઈજાને કારણે ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય.

ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર
બીસીસીઆઈની મેડિકલ ટીમે વરુણ ચક્રવર્તી પર સખત મહેનત કરવી પડશે, જેમના ઘૂંટણ સંપૂર્ણપણે ઠીક નથી. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "વરુણના ઘૂંટણ ખૂબ સારી સ્થિતિમાં નથી, તેને દુઃખાવો થાય છે, પરંતુ જો ટી20 વર્લ્ડ કપ ન હોત તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડવાનું જોખમ ન લેત." હાલમાં તેનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ માટે પીડામાંથી રાહત આપવા પર છે, તે પછી પુનર્વસન પર વિચાર કરવામાં આવશે. 

વરુણ ચક્રવર્તી ઇન્જેક્શન સાથે રમે છે
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “કેકેઆર સપોર્ટ સ્ટાફે વરુણ માટે વિગતવાર ફિટનેસ પ્રોગ્રામ તૈયાર કર્યો છે, તેને પેઇનકિલર ઇન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે જેથી તે ચાર ઓવર ફેંકી શકે. આ ઈન્જેકશનથી દુખાવામાં રાહત મળે છે. તેનું દર્દ ટીવી પર દેખાતું નથી, પરંતુ જ્યારે તે બોલિંગ કરતો નથી ત્યારે તે દુઃખાવો થાય છે.

હાર્દિક પંડ્યા પર સવાલ
ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહેલા હાર્દિક પંડ્યાને વર્લ્ડ ટી20 ટીમમાં સામેલ કરવા અંગે કહેવામાં આવ્યું હતું કે તે સંપૂર્ણ ચાર ઓવર ફેંકશે, પરંતુ આઈપીએલના વર્તમાન તબક્કામાં ફિટનેસને કારણે તે માત્ર પ્રથમ બે મેચ રમી શક્યો નથી. એટલું જ નહીં તે બોલિંગ પણ નથી કરી રહ્યો. હાર્દિકની જગ્યાએ રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં જોડાયેલા શાર્દુલ ઠાકુરને મુખ્ય ટીમમાં સામેલ કરવાની પણ ચર્ચા છે.

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), ઇશાન કિશન (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયાના બૉલરે દેશના બદલે KKRને મહત્વ આપતાં ચાહકો બગડ્યા, જાણો બોલરે શું કર્યું ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget