શોધખોળ કરો
Advertisement
IPL Auction 2019 : દેશ-વિદેશના 60 ખેલાડીઓની 106.8 કરોડ રૂપિયામાં થઇ હરાજી, ઉનાડકટ-વરુણ ચક્રવર્તી સૌથી મોંઘા ખેલાડી
જયપુરઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2019 માટે આજે જયપુરમાં ખેલાડીઓની હરાજી થઇ. આ હરાજીમાં 351 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ હરાજીમાં દેશ અને વિદેશના 351 ખેલાડીઓ હરાજી પ્રક્રિયામા સામેલ થયા હતા.પરંતુ ખરીદદારોએ માત્ર 60 ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને આઈપીએલની 12મી સીઝન માટે વેચાનાર 60 ખેલાડીઓમાં 40 ભારતીય છે. જ્યારે 20 વિદેશી ખેલાડીઓ છે. આ ખેલાડીઓ પર ટીમોએ 1 અરબ 6 કરોડ 80 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
ગુજરાતી બોલર જયદેવ ઉનડકટને 8.40 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે કરારબદ્ધ કર્યો છે. જ્યારે માત્ર 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ ધરાવતા વરુણ ચક્રવર્તીને પણ પંજાબની ટીમે 8.40 કરોડ રૂપિયા ખર્ચી ટીમમાં સામેલ કર્યો છે.
યુવીને મુંબઈ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયામાં ખરીદી સંજીવની આપી છે. ગત સીઝનમાં યુવીની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. આ હરાજીમાં પ્રથમ રાઉન્ડમાં યુવીને કોઈએ ખરીદ્યો નહતો.
IPL Auction 2019:
- કિંગ્સ ઇવેલન પંજાબે ઓલરાઉન્ડર વરુણ ચક્રવર્તીને 8.40 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો. તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી.
-અક્ષર પટેલેને 5 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો, તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી
- અક્ક્ષદીપને 3.6 કરોડ રૂપિયામાં બેંગલોરે ખરીદ્યો.
- સાઉથ આફ્રિકાના કોલિન ઈંગ્રામને દિલ્હી કેપિટલ્સે 6.40 કરોડમાં ખરીદ્યો.
- મોહિત શર્માને 5 કરોડમાં ચેન્નઈ સુપરકિંગ્સે ખરીદ્યો
- સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહને મુંબઈ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝ 1 કરોડમાંજ ખરીદ્યો છે.
- અનસોલ્ડ રહેલા પ્લેયર્સની એકવાર ફરી બોલી લાગી તેમાં ગુપ્ટિલને 1 કરોડ રૂપિયામાં હૈદરાબાદે ખરીદ્યો
- 20 લાખની બેઝ પ્રાઇઝવાળા 17 વર્ષના પ્રભસિમરન સિંહને કિંગ્સ ઇલેવન પંજાબે 4.8 કરોડ રૂપિયમાં ખરીદ્યો.
- શેફરીન રદરફોર્ડન દિલ્લીએ 2 કરોડ રૂપિયમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા છે.
- 50 લાખની બેઝ પ્રાઇઝ વાળા બરિંદર સરનને મુંબઈ ઇન્ડિયન્સે 3 કરોડને 40 લાખમાં ખરીદ્યો.
- કિંગ્સ ઇલેવન પંજાબે 7.20 કરોડમાં ઈંગ્લેન્ડના યુવા ઓલ રાઉન્ડર સેમ કરનને ખરીદ્યો. ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં સેમ કરન મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો.
- 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ ધરાવતા શિવમ દુબેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
- સરફરાઝ ખાનને કિંગ્સ ઇલેવન પંજાબે 25 લાખ રૂપિયામાં અને દેવદત્તને રોયલ ચેલેન્જર્સે 20 લાખમાં ખરીદ્યા
- એલેક્સ હેલ્સ, ક્રિસ વોક્સ, મેક્કુલમ, ચેતેશ્વર પૂજારા, મનોજ તિવારીને હજુ સુધી કોઈ ખરીદદાર નથી મળ્યા.
- મોહમ્મદ શમી 4 કરોડ 80 લાખમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો. ગત સીઝનમાં દિલ્હીની ટીમમાં હતો.
- વરુણ અરુણને રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડમાં ખરીદ્યો.
- લસિથ મલિંગાને 2 કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો
- ઇશાંત શર્માને દિલ્હીએ 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો
-બોલર જયદેવ ઉનડકટને રોયલ ચેલેન્જર બેંગલોરે 8.4 કરોડમાં રાજસ્થાને ખરીદ્ય, ઉનડકટની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ હતી.
-રિદ્ધીમાન સાહાને આરસીબીએ 1.2 કરોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઇઝ 1 કરોડ છે.
-નિકોલસ પૂરને 4.2 કરોડમાં પંજાબે ખરીદ્યો, આ ખેલાડીની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી.
-જોની બેયરસ્ટોને સનરાઇઝર્સન હૈદરા બાદે 2.2 કરોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી
- વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટને કોલકતા નાઇટ રાઇડર્સે 5 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી.
- હનુમા વિહારીને દિલ્હીએ 2 કરોડમાં ખરીદ્યો છે. હનુમાની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા છે. રાજસ્થાને હનુમા માટે 70 લાખની બોલી લગાવી હતી.
- વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન હેટમાયરને બેંગલોર રોયલ ચેલેન્જર્સે 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion