શોધખોળ કરો

IPL 2021: નવી સીઝનની શરુઆત પહેલા IPLને તગડો ઝટકો, 6 વર્ષમાં પહેલીવાર બ્રાન્ડ વેલ્યૂમાં આવ્યો મોટો ઘટાડો 

એક સ્ટડી અનુસાર, ગત વર્ષે આઈપીએલ ઇકોસિસ્ટમ સિસ્ટમનું વેલ્યૂ 2019માં 47500 કરોડ રૂપિયાની તુલનામાં આ વખતે 45,800 કરોડ રૂપિયા રહી. જેમાં લગભગ 3.6 ટકા નુકસાન જોવા મળ્યું છે.

નવી દિલ્હી:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શરુ થાય તે પહેલા IPLને તગડો ઝટકો લાગ્યો છે. આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂમાં 6 વર્ષમાં પહેલીવાર ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,  ગત વર્ષ કોરોના વાયરસના કારણે રમતગમતની દુનિયા માટે ખૂબ જ પડકારજનક રહ્યું. કોવિડ 19ના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન  6 મહિના મોડી યોજાઇ હતી. આ વર્ષે પણ મહામારીના કારણે આઈપીએલને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ડફ એન્ડ ફેલપ્સની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2020 માં આઈપીએલની ઇકોસિસ્ટ વેલ્યૂ 3.6 ટકા ઘટી ગઈ છે.

એક સ્ટડી અનુસાર, ગત વર્ષે આઈપીએલ ઇકોસિસ્ટમ સિસ્ટમનું વેલ્યૂ 2019માં 47500 કરોડ રૂપિયાની તુલનામાં આ વખતે 45,800 કરોડ રૂપિયા રહી. જેમાં લગભગ 3.6 ટકા નુકસાન જોવા મળ્યું છે. નુકસાન ભોગવનારમાં આઈપીએલની તમામ ટીમો પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારીના કારણે ટીમોને મળતી સ્પોન્સરશિપ ઓછી થઈ ગઈ છે. 
 
ટીમોની વેલ્યૂ પણ ઘટી 

નુકસાન બાદ મુંબઈ ઈન્ડિયન્સ સતત પાંચમા વર્ષે ફ્રેન્ચાઈજી બ્રાન્ડ રેન્કીંગમાં ટોચ પર રહી. જો કે, 2019ની તુલનામાં 2020માં  મુંબઈની બ્રાન્ડ વેલ્યુમાં 5.9 ટકા ઘટાડો જોવા મળ્યો. મુંબઈની બ્રાન્ડ વેલ્યુ 2019માં 809 કરોડ રૂપિયા હતી જે 2020માં 761 કરોડ રૂપિયા રહી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની બ્રાન્ડ વેલ્યૂમાં ક્રમશ: 16.5 ટકા 13.7 ટકા નુકસાન જોવા મળ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ ઘટવાનું એક કારણ ગત સીઝન અને આ સીઝનમાં મેદાન પર દર્શકો વગર  કરવામાં આવેલું આયોજન પણ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ

Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ

શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી

Embed widget