શોધખોળ કરો

IPL 2025: ફાઈનલ મુકાબલામાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે તમામની નજર, એકલા પલટી શકે છે મેચ  

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ લીગ સ્ટેજ અને પ્લેઓફ મેચોના પડકારોને પાર કરીને ટાઇટલ ટક્કરમાં પ્રવેશ્યા છે.

IPL 2025 Final: IPL 2025 22 માર્ચે શરૂ થઈ હતી હવે લગભગ અઢી મહિનાના ઉત્સાહ પછી ફાઇનલ મુકાબલો નક્કી છે.   રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ લીગ સ્ટેજ અને પ્લેઓફ મેચોના પડકારોને પાર કરીને ટાઇટલ ટક્કરમાં પ્રવેશ્યા છે. ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ  ખાતે રમાશે. ફાઇનલ મેચ આવે તે પહેલાં અહીં તે 5 ખેલાડીઓ પર એક નજર કરીએ, જેમના પર બધાની નજર રહેશે.

1. વિરાટ કોહલી 

પહેલું નામ વિરાટ કોહલીનું છે, જે ફાઇનલ જેવી દબાણથી ભરેલી મેચોમાં રનનો વરસાદ કરવાનું પસંદ કરે છે. તે 2024 T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ હતી જ્યારે વિરાટનું બેટ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાંત રહ્યું હતું, પરંતુ ફાઇનલમાં તેની 76 રનની ઇનિંગે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કોહલીએ IPL 2025માં અત્યાર સુધીમાં 614 રન બનાવ્યા છે અને ફાઇનલમાં પંજાબ ટીમને એકલો ભારે પડી શકે છે. 

2. શ્રેયસ ઐયર 

પંજાબ કિંગ્સ ફાઇનલમાં પહોંચી ત્યારથી શ્રેયસ ઐયર ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ઐયર અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 603 રન બનાવી ચૂક્યો છે, ક્વોલિફાયર-2 મેચમાં 87 રનની તેની ઇનિંગને કારણે પંજાબ કિંગ્સ મુંબઈ ઇન્ડિયન્સને હરાવવામાં સફળ રહી.  ઐયર માત્ર શાનદાર ફોર્મમાં નથી પરંતુ તેની કેપ્ટનશીપનો એક નિર્ણય પણ મેચનું પાસુ ફેરવવાની ક્ષમતા ધરાવે છે.

3. જોશ હેઝલવુડ 

જોશ હેઝલવુડ પણ IPL 2025 માં RCB ની સફળતાનું એક મુખ્ય કારણ છે. તેની શાર્પ બોલિંગના બળ પર હેઝલવુડે અત્યાર સુધી 11 મેચમાં 21 વિકેટ લીધી છે. હેઝલવુડે ક્વોલિફાયર-1 મેચમાં પંજાબ કિંગ્સ સામે 3 વિકેટ લીધી હતી. હવે ફરીથી તેનો સામનો એ જ પંજાબ ટીમ સામે થશે.

4. અર્શદીપ સિંહ 

છેલ્લા કેટલાક વર્ષોમાં અર્શદીપ સિંહ ભારતના ટોચના T20 બોલરોમાંનો એક રહ્યો છે. અર્શદીપે વર્તમાન સિઝનમાં 18  વિકેટ લીધી છે અને તેનો ઇકોનોમી રેટ પણ બહુ ઊંચો નથી. ડાબોડી ફાસ્ટ બોલર હોવો એ પંજાબ કિંગ્સ માટે એક મોટો ફાયદો છે અને તેઓ ક્વોલિફાયર-1  માટે RCB પાસેથી બદલો લેવા માંગે છે.

5. જીતેશ શર્મા 

જિતેશ શર્મા ભલે IPL 2025માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ન હોય, તેણે અત્યાર સુધી 14  મેચમાં ફક્ત 237  રન બનાવ્યા છે. પરંતુ છેલ્લી લીગ મેચમાં LSG સામે તેનું બેટ જે રીતે ગર્જ્યું તે દર્શાવે છે કે તે આવી વિસ્ફોટક ઇનિંગ્સ રમવા માટે ઉત્સુક છે. તેણે લખનૌ સામે 33  બોલમાં 85  રન બનાવ્યા હતા. તેની આવી બીજી ઇનિંગ્સ પંજાબ કિંગ્સ માટે મોંઘી સાબિત થઈ શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 5th T20 Live: ગિલ OUT, સંજુ IN, અમદાવાદમાં પહેલા બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા,જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
Embed widget